
સમીર પટેલ, ભરૂચ
અલગ અલગ કાંસમાં પ્રદુષણ અંગે જાગૃત નાગરિકની રજૂઆત બાદ જીપીસીબીએ સેમ્પલ લીધા
જીઆઇડીસી જીઆઇડીસીની વરસાદી કાંસ હાલ પ્રદુષિત માફિયાઓના કુકર્મની કાંસ બની ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ કાંસમાં વહેતા રંગબેરંગી રાસાયણિક પાણીના ધોધ જોવા મળી રહ્યા છે. જીઆઇડીસીમાં ઓવર હેડ પાઇપ લાઈન કાર્યરત છે. તો વરસાદી કાંસમાં કેમ નિકાલ થઇ રહ્યો છે ? હ્યુબેક- સજ્જન ઇન્ડિયા રોડ પર કાંસમાં રાસાયણિક પાણીના નિકાલના મામલે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ જીપીસીબીએ પુનઃ સેમ્પલ લેવાની નીતિ અપનાવી સંતોષ માન્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં વરસાદી પાણીની કાંસમાં રાસાયણિક પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. છેલ્લા એક સપ્તાહથી રોજ અલગ અલગ સ્થાને વરસાદી કાંસમાં વિવિધ રંગના રાસાયણિક પાણી વહેતા હોવાના વિડીયો સોશ્યલ મીડિયામાં સામે આવી રહ્યા છે. આ વચ્ચે ગત રોજ જીઆઇડીસીમાં સજ્જન ઇન્ડિયા કંપની સામે અને હ્યુબેક કંપનીની બાજુમાં જે વરસાદી પાણીની કાંસ આવેલ છે. જે કાંસમાં રાસાયણિક કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી વિપુલ માત્રમાં વહેતુ જોવા મળ્યું હતું. ફૂલ ફોર્સ માં આવતા જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલીયા ને જાણ કરતા મોનીટંરીગ ટીમે સ્થળ પર દોડી આવી નિત્ય ક્રમ મુજબ રાસાયણિક પાણી ક્યાંથી નીકળે છે ? તે શોધવાનો પ્રયત્ન ન કર્યો હતો અને ફક્ત વહેતું કેમિકલ યુક્ત રાસાયણિક પ્રદૂષિત પાણી ના નમૂના ભરી કામગીરી પૂર્ણ કરી નીકળી ગયા હતા. પાણી કઈ દિશામાંથી આવ્યું તે અંગે તપાસ સુધ્ધાં ની દરકાર લેવાઇ ન હતી. ઉલ્લેખનિ્ય છે કે અંકલેશ્વરની સૌથી મોટી જીઆઇડીસીમાં કેમીકલ ઉદ્યોગો ધમધમી રહ્યાં છે અને જીપીસીબી પણ કાર્યરત છે ત્યારે દર વખતે કંપનીમાં અકસ્માત બાદ માત્ર ક્લોઝર આપીને સંતોષ માનતુ જીપીસીબી નિયમીત રીતે ચેકિંગ કેમ હાથ નથી ધરતુ ? તે પણ એક સવાલ છે. કરોડો રૂપિયાના ખર્ચે ઓવર હેડ પાઇપ લાઈન તાજેતરમાં જ નાખવા માં આવેલ છે. અને ભૂગર્ભ લાઈન બંધ કરી ઓવર હેડ પાઇપ લાઈન રાસાયણિક પાણી પમ્પીંગ સ્ટેશનમાં પહોંચાડી શકાય. જેને લઇ ભૂગર્ભ જળમાંભૂતિયા કનેક્શન વડે થતુંનિકાલ અટકાવી શકાય. તેમજ ઓવર હેડ લાઈનમાં થતી નિયત માત્રા કરતાં વધુ પ્રદુષિત પાણી છોડતા તત્વોને પકડી શકાય. ત્યારે કરોડો રૂપિયા ખર્ચે નંખાયેલી આ લાઈન શોભાના ગાંઠિયા સમાન બની રહી છે.



