કાલોલ તાલુકાના ખરસલીયા અને ડેરોલ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે લાઇન ઉપર અજાણ્યા ઈસમ ની લાશ મળી.
તારીખ ૨૪/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ મથકે જાહેરાત આપનાર પો.હેડ કોન્સ મહેશભાઇ વીરસીંગભાઇ નોકરી ગોધરા રેલવે પોલીસ સ્ટેશન નાઓ ટેલીફોનથી વર્ધી લખાવેલ કે સ્ટેશન માસ્તર ગોધરા રેલવે સ્ટેશન નાઓએ અત્રેના પોલીસ સ્ટેશને એક મેમો આપેલ જેમા જણાવેલ કે ડેરોલ રેલવે સ્ટેશન માસ્તર ધ્વારા જણાવવામા આવેલ છે કે કાલોલ તાલુકાના ખરસલીયા અને ડેરોલ રેલવે સ્ટેશન વચ્ચે અપ રેલવે લાઇન કીમી નં.૪૫૦/૦૩ ઉપર એક ડેડ બોડી પડેલ છે જે સુચના કીમેન રામકીશનનાઓએ આપેલ છે જેથી સદર જગ્યા બહીરીયા અને ડેરોલ રેલવે સ્ટેશન વચ્ચે કીમી નં.૪૫૦/૦૩ ઉપર આવેલ હોય અને સદર જગ્યા ડીસ્ટીક સીગ્નલ બહાર આપના પો.સ્ટે.વિસ્તારની હદનો બનાવ હોય બનાવ સંબધે યોગ્ય કાર્યવાહી કરવા મતલબની વર્ધી આધારે ઉપરોક્ત નંબરથી દાખલ કરેલ હોય અને સદરી મરણ જનાર એક અજાણ્યો પુરુષ ઉ.વ.આશરે ૪૫ થી ૫૦ આશરાનો હોય તો તેના વાલી વારસની આપના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ કરી કરાવડાવી મળી આવે તો તાત્કાલિક કાલોલ પોલીસ સ્ટેશનમા જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.