
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં ડો. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત ભગવાન બિરસા મુંડા કૌશલ્ય ભવનનું લોકાર્પણ કરાયું હતું.
દરમિયાન મંત્રીશ્રીએ સ્વ.દેવશીભાઇ લખમણભાઈ ભાટુભાઈ કૌશલ્ય ભવન, સુરત દ્વારા આયોજિત ૨૪૩ સરસ્વતી ધામ લોકાર્પણ સમારોહના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે ઉપસ્થિતિ સૌને જનજાતિય ગૌરવ દિવસની શુભકામનાઓ પાઠવી આહવા ખાતે શરૂ કરવામાં આવેલ ભગવાન બિરસા મુંડા કૌશલ્ય ભવનના દાતાઓને અભિનંદન પાઠવ્યા હતાં.
આહવા ખાતે શરૂ થયેલ ભગવાન બિરસા મુંડા કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં યુવાનોના સર્વાંગી વિકાસ માટે કુલ ૨૧ પ્રકારની વિવિધ નિઃશુલ્ક તાલીમો આપવામાં આવશે.
આ પ્રસંગે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા, પૂજ્ય પી. પી. સ્વામી, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત, સુભાષભાઈ ગાઇન, સહિત અગ્રણી સુરેશભાઈ જોષી, લલીત બંસલ, તેમજ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.






