ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ખંભાત તાલુકાના ઉંદેલ ગામના મૃતકના પરિવારોને રૂપિયા ૪.૦૦ લાખની આર્થિક સહાય ચૂકવાઈ

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ખંભાત તાલુકાના ઉંદેલ ગામના મૃતકના પરિવારોને રૂપિયા ૪.૦૦ લાખની આર્થિક સહાય ચૂકવાઈ
તાહિર મેમણ – આણંદ – 14/07/2025 – આણંદ – ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગંભીરા પુલ દુર્ઘટનામાં ખંભાત તાલુકાના ઉંદેલ ગામના ૦૧ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય પેટે રૂપિયા ૪.૦૦ લાખ આપવાની જાહેરાત કરી હતી, જે અન્વયે મુખ્યમંત્રીશ્રી રાહત નિધિ સહાયનો ચેક ખંભાતના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી સંજયભાઈ પટેલ અને ખંભાત મામલતદાર ભોઈના હસ્તે મૃતકના પરિવારજનોને રૂપિયા ૪.૦૦ લાખની આર્થિક સહાય નો ચેક આપવામાં આવ્યો હતો, અને મૃતકના કુટુંબીજનોને સાંત્વના પાઠવી હતી.
આ સહાય રાજ્ય સરકાર દ્વારા તત્કાળ મંજૂર કરવામાં આવી હતી અને વિના વિલંબે ચૂકવી આપવામાં આવી હતી. આ સમયે ગામના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.




