રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી જોગવડ ગામે રામદૂતનગર પ્રાથમિક શાળના નવા મકાનનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ

લાલપુર તાલુકાના જોગવડ ગામ ખાતે રામદૂતનગર પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી અધ્યતન સગવડતાઓ સાથે પ્રાથમિક શાળાનું નવનિર્માણ કરવામાં આવનાર છે.આ શુભ અવસરે રિલાયન્સના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ સરવૈયા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, તાલુકા ભાજપ મહામંત્રી રવિન્દ્રસિંહ કંચવા, જોગવડ ગામના સરપંચશ્રી પંડત માંડણભાઈ, ઉપસરપંચશ્રી હેમંતસિંહ કેર, પંચાયત સભ્યશ્રીઓ રાણાભાઇ, હરિભાઈ વાઘેલા, જીતુભાઈ જાડેજા, પૂર્વ સરપંચશ્રી જગદીશભાઈ વાસુ, મેઘપર ગામના સરપંચશ્રી જયરાજસિંહ કંચવા, ગામના અગ્રણી રામસંગભાઇ કંચવા, જાખર ગામના સરપંચશ્રી અજીતસિંહ જાડેજા, લાલપુર બીઆરસી કોર્ડીનેટરશ્રી યશપાલસિંહ જાડેજા સી.આર.સી કોર્ડીનેટરશ્રી વંદનાબેન જાની તેમજ મેઘપર ગ્રુપ શાળાના બધા આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકગણ હાજર રહ્યા.17,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં આશરે સવા બે કરોડ ના ખર્ચે, આઠ રૂમ સાથે સોલાર સિસ્ટમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ સાથે ગ્રીન મોડેલ સ્કૂલનું નિર્માણ થશે.આ તકે જોગવડના સરપંચશ્રીએ મોમેન્ટો આપી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ઋણ સ્વીકાર કર્યો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મેઘપર તેમજ રામદૂતનગર શાળાના આચાર્ય અને શિક્ષક ગણે સફળ પ્રયત્ન કર્યા.






