BANASKANTHAPALANPUR

પ્રશસ્ત ૧૩ મું વાર્ષિક કલા પ્રદર્શન શ્રી બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત

18 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિતએમ.એ.પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કૉલેજ પાલનપુરમાં કૉલેજના આચાર્યશ્રી ડૉ. રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ ચિત્ર વિભાગ ના પ્રા નરેન્દ્રભાઈ પટેલ અને પ્રા બૈશાખી પટેલ ના માર્ગદર્શન હેઠળ ચિત્ર વિભાગ અંતર્ગત* પ્રશસ્ત ૧૩ માં વાર્ષિક કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કલા પ્રદર્શન તા.૧૮/૪/૨૦૨૫ થી ૨૨/૪/૨૦૨૫ સુધી સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી સામાન્ય નાગરિક ને નિઃશુલ્ક આ પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ છે. આ પ્રદર્શનનુ આયોજન આટૅ ગેલેરી ડીપાર્ટમેન્ટ ઓફ પેઇન્ટિંગ,ગુણવંતીબેન સી. ચોકસી કલા ભવન જી.ડી. મોદી વિદ્યા સંકુલ,પાલનપુર ખાતે કરવામાં આવ્યું છે.જેમાં ચિત્ર વિભાગ ના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને રવિવારે આ પ્રદર્શન બપોરે ૩:૦૦ વાગ્યા થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી નિહાળી શકાશે.તો આ ” પ્રશસ્ત” ચિત્ર પ્રદર્શન માં કલાપ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ કૉલેજપરીવાર આપે છે.

Back to top button
error: Content is protected !!