BHARUCHGUJARAT

અંકલેશ્વર GIDCમાં આગ ભભૂકી:ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ચાર ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા યુનિટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!