ચાર પરગણા વણકર સમાજ સેવા ટ્રસ્ટ સંચાલીત દ્વારા નિવૃત્ત કર્મચારીઓ નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૯/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ચાર પરગણા વણકર સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા સંચાલીત નિવૃત્ત કર્મચારીઓ નો સ્નેહ મિલન કાર્યક્રમ નિવૃત્ત ડી.વાય.એસ.પી. એમ.જી.વાઘેલા ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા મુકી દીપ પ્રાગટ્ય વંદના કરી ને કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત અધ્યક્ષ સ્થાને થી ઉદબોધન કરવામા આવ્યું હતું ટ્રસ્ટ ના પ્રમુખ પી.કે.દત્તા એ સૌ નો આવકાર આપી તેમના વકત્યવ્ય માં જણાવ્યું હતું કે ભવિષ્ય માં કુરિવાજો, શિક્ષણ અને અન્ય વધું પડતા સામાજીક ખર્ચા ઓ પર ભાર મૂકી ને સુધારા વધારા બાદ સમાજ નો આર્થિક અને સામાજિક વિકાસ થાય એ હેતુ સાર્થક કરવા નું બિરૂદ ઝડપ્યું છે એમ રજૂ કર્યુ હતુ જ્યારે ટ્રસ્ટ ના ઉપ પ્રમુખ આર.કે.પરાસિયા એ વિસ્તૃત છણાવટ કરી જાણકારી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટ ના કારોબારી તમામ સભ્યો એ ભારે જેહમત ઉપાડી હતી આ કાર્યક્રમ અંતર્ગત વડીલો નો સાથ અને એમના આશીર્વાદ એજ શુભ સંકલ્પ સફળ થાઓ એ રીતે ભવ્ય કાર્યક્રમ ની ઊજવણી કરાઈ હતી આવેલ સૌ મહેમાનો અને નિવૃત્ત કર્મચારીઓ નું સાલ, બુકે અને ટ્રોફી થી સન્માન કરવામાં આવ્યું હતું સુજ્ઞ પ્રમુખ સંજય કે વણકર, આર કે પરમાર, કવિ વિજય વણકર પ્રીત,કનુભાઈ ડાભી, ધૂળાભાઈ ખરસલીયા, કમલેશ અધ્યાપક. આર જી વાઘેલા નિવૃત્ત એ ડી. આઈ. કિરણભાઈ પરમાર વિગેરે ઉપસ્થીત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મનોજભાઈ વાઘેલા એ કર્યું હતુ અંતે આભાર વિધિ ટ્રસ્ટ ના મંત્રી અરવિંદભાઈ વાઘેલા અને અનિલભાઈ પરમારે કરી હતી અને ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા.






