
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલ સામાનનો જથ્થો ખાલી કરી પરત સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.05.એ.વી.6840 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારીપાડા ચીખલી નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો.અહી આઈસર ટેમ્પો ઝાડ સાથે અથડાતા શોર્ટ સર્કિટનાં પગલે આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ બનાવની જાણ સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં નાયબ મામલતદાર પ્રવીણસિંહ પરમારને થતા તેઓ તથા નોટીફાઇડ વિભાગનાં કર્મીઓ સાથે ફાયર સેફટીનાં સાધનો લઈ ઘટના સ્થળે દોડી ગયા હતા.અહી સ્થળ પર સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં નાયબ મામલતદાર પ્રવીણસિંહ પરમારની ટીમે ટેમ્પામાં લાગેલ આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.આ અકસ્માતનાં બનાવમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયેલ છે.જ્યારે આઈસર ટેમ્પો મહદ અંશે બળી જતા જંગી નુકસાન થયુ હતુ.




