
તા.૨૪.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ શહેરના ઠક્કર ફળિયા વિસ્તારના ચૂનાવાલા કંપાઉન્ડ નજીક બદરી મોહલ્લાના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે લગી આગ
દાહોદ શહેરના ઠક્કર ફળીયા વિસ્તારના ચુનાવાલા કંપાઊંડ નજીક બદરી મોહલ્લા બાદશાહની ગલીમાં રહેતા શેખ જૈનુંદિનભાઈ ટ્રન્કવાલાના રહેણાંક મકાનમાં આગ લાગતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગવાનો મુખ્ય કારણ ઘરની બહાર પાર્કિંગમાં ચાર્જિંગ મોપેડ ચાર્જિંગ કરવાં મુકેલી તેવા સમયે વાયરમાં શોર્ટ સર્કિટ થતા બેટરી ફાટતા આગ લાગી હતી ત્યારે તેના નઝીક અન્ય ચાર્જિંગની બાઇક.એક્ટિવા મોપેડ સહિત ત્રણ સાઇકલો બળીને ખાખ થઈ હતી.આગ એ જોત જોતામાં વિક્રાંળરૂપ ધારણ કરી આગએ ઘરમાં પ્રવેશ કરી લેતા મકાનમાં પણ મોટા પ્રમાણે નુકસાન થયું હતું.મકાનમાં આગ લાગતા તમામ લોકો મકાનથી બહાર દોડી આવી નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટિમને જાણ કરતાની સાથે ફાયર વિભાગ ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.




