MORBIMORBI CITY / TALUKO

MORBI:સીલીકોસીસ મુદ્દે રાષ્ટ્રીય માનવ અધીકાર પંચનો નવો આદેશ ઔધ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીને ૬ અઠવાડિયામાં રીપોર્ટ આપવાનો.

MORBI:સીલીકોસીસ મુદ્દે રાષ્ટ્રીય માનવ અધીકાર પંચનો નવો આદેશ ઔધ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીને ૬ અઠવાડિયામાં રીપોર્ટ આપવાનો.

 

 

પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા મોરબી જિલ્લામાં ૫ વ્યક્તિ સીલીકોસીસથી મ્રુત્યુ પામ્યા પરંતુ એમણે વળતર મળેલ નથી અને અન્ય ૨૫ સીલીકોસીસ બીમારી સામે મોતને દરવાજે પીડાય રહ્યા છે પરંતુ એમને પણ કોઈ મદદ મળી રહી નથી તે બાબત માનવ અધીકાર પંચ સમક્ષ આ વર્ષના ફેબ્રુઆરી મહીનામાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ. ( ફરીયાદ નંબર ૨૪/૦૬/૩૭/૨૦૨૪)..

તારીખ – ૦૮/૦૭/૨૦૨૪ની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ( NHRC )ની બેઠકમાં આ ફરીયાદ ઉપર ચર્ચા કરી ઔધ્યોગિક સલામતી અને આરોગ્ય (DISH)ને ૬ અઠવાડિયામાં આ બાબતે પોતાનો અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. પંચે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને પણ છ અઠવાડિયાની અંદર આ બાબતે લેવામાં આવેલ પગલાં બાબતનો અહેવાલ રજુ કરવા માટે વધુ એક તક આપી છે.

આમ હવે ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય વીભાગે હવે મોરબીમાં સીલીકોસીસ અટકાવવા માટે પોતે લીધેલા પગલાં અને તેમાં મળેલ ઘોર નીષફ્ળતાના કારણો પંચને જણાવી આગામી દીવસોમાં આ બાબત તેઓ શું કરવા ધારે છે તેની વીગત આપવી પડશે.

Back to top button
error: Content is protected !!