GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં વર્લી ફિચર્સ આંકડાનો જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા
MORBI: મોરબીમાં વર્લી ફિચર્સ આંકડાનો જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા
મોરબી શહેરમાં ગ્રીનચોક વિસ્તારમાં આવેલ ઘંટીયા પા શેરીના નાકે વર્લી ફિચર્સના આંકડા અલગ અલગ ચિઠ્ઠીમાં લખી પૈસાની હારજીતનો જુગાર રમતા દિનેશભાઇ ચત્રભુજભાઇ કારીયા ઉવ.૬૦ રહે.ઘંટીયા પા શેરીવાળાને રોકડા ૭,૦૦૦/-સાથે તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ સામે જાહેરમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમી રહેલ સંજયભાઇ મનુભાઇ ગંડીયા ઉવ.૨૮ રહે.જીવરાજ સોસાયટી નજરબાગ સામે મોરબી-૨વાળાને રોકડ રૂપિયા ૨,૧૫૦/-સાથે ઝડપી લેવામાં આવી ત્યારે બંને અલગ અલગ દરોડામાં વર્લી ફિચર્સના આકડાંના જુગાર રમવાના સાહિત્ય સહિત બંને આરોપીની અટક કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.