અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા: ગ્રીન સિટી બંગલોઝમાં રાત્રિ દરમિયાન ભીષણ આગ, ફાયર બ્રિગેડે ઝડપથી આગ પર કાબૂ મેળવ્યો
મોડાસા શહેરના ગ્રીન સિટી બંગલોઝ વિસ્તારમાં આવેલી મકાન નં. 32માં રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાનવામાં આવી રહ્યું છે. આગ લાગતા વિસ્તારમાં હડકંપ મચી જતાં તરતજ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.આગ અંગે જાણ મળતાની સાથે જ મોડાસા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને વધુ ફેલાય એ પહેલાં જ સમયસૂચક પગલાં લઈ કાબૂમાં લીધી હતી. આગના કારણે મકાનમાં રહેલું ઘરેલું સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની શક્યતા છે, જોકે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી, જે રાહતદાયક બાબત છે.