લક્ષ્મણ ટેકરી મહાદેવના મંદિરમાં હર ઘર ગંગાજળ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

૪ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તોને સેવાભાવી યુવકે ગંગાજળ વિતરણ કર્યું સેવાભાવી યુવકે સાતસો લીટરથી વધુ ગંગાજળનું વિતરણ કર્યું પાલનપુરમાં પવિત્ર શ્રાવણ માસમાં લક્ષ્મણ ટેકરી પાસે આવેલા મહાદેવના મંદિરે હર ઘર ગંગા જલ અભિયાન અંતર્ગત સેવાભાવી યુવકે મહાદેવના મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને ગંગાજળ આપી ખુશી વ્યક્ત કરી હતી પાલનપુરની લક્ષ્મણ ટેકરી પાસે આવેલા મહાદેવના મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તો દ્વારા બિલિપત્ર અને જળાભિષેક કરી શિવજીની પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવ્યા હતા ત્યારે હર ઘર ગંગાજળ અભિયાન અંતર્ગત સેવાભાવી યુવક કમલેશભાઈ શાહે હરદ્વાર થી ગંગાજલ લાવી દરેક લોકોના ઘરે પવિત્ર ગંગાજળ મળી રહે તેવી અભિયાનની શરૂઆત કરી છે જોકે કમલેશભાઈ શાહે જણાવ્યું હતું કે પાલનપુરથી હરિદ્વાર રેલવે દ્વારા જઈ હરદ્વાર થી ગંગાજળ લાવી નિઃશુલ્ક ગંગાજલ દરેક લોકોને આપવામાં આવે છે શરૂઆતમાં પાલનપુર ગુરુનાનક ચોક ખાનગી સ્કૂલો આકેશન રોડ સહિત રાજસ્થાનના આબુરોડના વિસ્તારોમાં હર ઘર ગંગાજળનો કાર્યક્રમ કરી નિઃશુલ્ક ગંગાજળ વિતરણ કરવામાં આવ્યું છે જોકે કમલેશભાઈ ને આખા ઉત્તર ગુજરાતમાં દરેક ઘર પવિત્ર ગંગાજળ મળી રહે તેવું અભિયાન શરૂ કર્યું છે ત્યારે અત્યાર સુધીમાં 700 લીટર થી વધુ હરદ્વાર થી ગંગાજળ લાવી દરેક લોકોના ઘરે મફતમાં ગંગાજળ મળી રહે તે માટે પોતાના મોબાઈલ નંબર પર ફોન કરવાથી સમયસર પવિત્ર ગંગાજળ મળી રહે તેવું પણ આયોજન કર્યું છે આ પ્રસંગે સેવાકીય કામ કરતા કમલેશ શાહ. ઈશ્વરસિંગ રાણા. કુશ શાહ.પિન્કીબેન પરીખ.સહિત અન્ય સેવાભાવી લોકો દ્વારા પવિત્ર ગંગાજળ દરેક લોકોને મળી રહે તેવી અનોખી સેવા શરૂ કરી છે




