
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ ફોરેસ્ટ વિભાગની ફાયર મોકડ્રિલ યોજાઈ, જંગલ આગ સામે તૈયારીની ચકાસણી
મેઘરજ ફોરેસ્ટ રેન્જ ઓફિસ દ્વારા જંગલમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રિલ દરમિયાન બેડઝના ડુંગર વિસ્તારમાં આગ લાગી હોવાનો કલ્પિત કોલ મળતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.આ મોકડ્રિલ આરએફઓ જે.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. કર્મચારીઓએ ફાયર ફાઈટિંગ સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. સાથે જ જંગલ આગ સમયે તંત્ર કેટલી ઝડપથી પ્રતિસાદ આપી શકે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.મોકડ્રિલનો મુખ્ય હેતુ જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બને ત્યારે સમયસર અને અસરકારક કામગીરી થઈ શકે તેમજ કર્મચારીઓમાં સંકલન અને સજ્જતા વધે તે રહ્યો હતો.





