GUJARATKARJANVADODARA

સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ શિક્ષકોની ટ્રેનિંગમાં ફાયરસેફ્ટીની તાલીમ અપાઇ

કરજણ ફાયર વિભાગ દ્વારા શિક્ષણ વિભાગના સક્ષમ શાળા અંતર્ગત શિક્ષકો ને તાલીમ આપવામાં આવી

નરેશપરમાર -કરજણ

સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ શિક્ષકોની ટ્રેનિંગમાં ફાયરસેફ્ટીની તાલીમ અપાઇ

કરજણ ફાયર વિભાગ દ્વારા શિક્ષણ વિભાગના સક્ષમ શાળા અંતર્ગત શિક્ષકો ને તાલીમ આપવામાં આવી વડોદરા જિલ્લાના કરજણ ફાયર વિભાગ દ્વારા શિક્ષણ વિભાગના સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લાના કરજણ, શિનોર, ડભોઇ, સાવલી, પાદરા તેમજ વાઘોડિયા તાલુકા ની વિવિધ સરકારી સ્કૂલો ના કુલ ૫૪૧ શિક્ષકો તેમજ ૩૦૦ વિદ્યાર્થીઓને કરજણ ફાયર વિભાગ દ્વારા ફાયર તેમજ ઇમરજન્સી ના સમયે સ્વબચાવ કરવા લેવાના થતાં પગલાંઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા.

આજરોજ કરજણ સ્ટેશન ફાયર ઓફ્સિરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગના ” સક્ષમ શાળા” કરજણ નવાબજાર ખાતે BRC ભવન તેમજ પાદરા તાલુકાના વડુ BRC ભવન ખાતે વડોદરા જિલ્લા ના અનેક તાલુકાના વિવિધ સરકારી શાળાના શિક્ષકોને ફાયર તેમજ ઈમરજન્સી-કટોકટીના સમયે શિક્ષકોને રેસ્ક્યુ તેમજ સ્વ સલામતી માટેની સચોટ ટ્રેનીંગ આપવામાં આવી હતી. કટોકટીના સમયે કેવી રીતે રેસ્ક્યુ કરવું એ બાબતે કરજણ ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમાં હાજર વિવિધ સરકારી સ્કૂલોના શિક્ષકોને આગ તેમજ કટોકટીના તેમજ આકસ્મિક ઘટના સમયે કેવી રીતે રેસ્ક્યુ કરવું તે વિશે વિસ્તૃત છણાવટ સાથે તાલીમ આપી અવગત કરાયા હતા. સાથે સાથે સ્વ – સલામતીની તાલીમ અપાઈ હતી. કરજણ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી તાલીમની શિક્ષકોએ સરાહના કરી હતી. હંમેશા જાહેર જનહિતની સલામતી માટે તત્પર રહેતાં કરજણ ફાયર વિભાગ દ્વારા કરજણ નગર સહિત તાલુકામાં સમયાંતરે આવા લોક જાગૃતિના કાર્યક્રમો યોજી જનતાને માર્ગદર્શન પુરુ પાડી રહ્યા હોય ફાયર વિભાગનો જનતાએ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!