લાખણી તાલુકાના લવાણા ગામની લોકનિકેતન વિનય મંદિર ખાતે માસિક ધર્મ અંગે ખોટી માન્યતાઓ અને આભડછેટ, ઓરમાયું વર્તન અને અંધશ્રધ્ધા દૂર કરવા સાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન ના સહયોગથી જન જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાતના પેડમેન તરીકે જાણીતાં પાલનપુરના નયન ચત્રારિયાએ વિશેષ ઉપસ્થિત રહી તમામ વિદ્યાર્થિનીઓ અને તમામ શિક્ષકોને વિશેષ માર્ગદર્શન આપ્યુ હતું.ફાસ્ટફૂડ અને હાઈબ્રીડ બિયારણો નાં ઉપયોગથી ૧૦ થી ૧૨ વર્ષની નાની ઉંમરે પણ દીકરીઓ માસિક ધર્મના કાર્યકાળ માં પ્રવેશતી હોય છે. પૂરતી સમજ ના અભાવે દર્દ સાથે દાગ પડવાની ઝંઝટ અને જાહેરમાં શરમ, વેદના તેમજ સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને રૂઢિગત પરંપરાને તિલાંજલિ આપવાની જાગૃતિ સાથે જરૂરિયાતમંદ ૪૫૦ જેટલી દીકરીઓને મફત સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નીરજકુમાર ચૌહાણ અને શાળાના આચાર્ય દિલીપભાઈ સોઢા નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.