ARAVALLIBHILODAGUJARAT

ભિલોડાના લીલછા ગામે ચાઈનીઝ દોરીથી કિશોરનું ગળુ કપાયું,અરવલ્લી જિલ્લામાં હજુ પણ ચાઈનીઝ દોરીનું વેચાણ..?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડાના લીલછા ગામે ચાઈનીઝ દોરીથી કિશોરનું ગળુ કપાયું,અરવલ્લી જિલ્લામાં હજુ પણ ચાઈનીઝ દોરીનું વેચાણ..?

ઉતરાયણનો તહેવાર એટલે સૌથી બાળકોનો પ્રિય તહેવાર અને આ તહેવાર પતંગ ચગાવી ઉજવણી કરતાં હોય છે ઉતરાયણના થોડાંક જ દિવસો બાકી છે. ઉતરાયણના તહેવાર સમય દરમિયાન કેટલીક અજીબી ઘટનાઓ બનતી હોય છે કેટલાક લોકો પતંગ ચગાવવાથી પડી જતા હોય છે તો કેટલાક લોકોના દોરી વડે ગળા પણ કપાતા હોય છે ત્યારે ઉતરાયણ પહેલા જ એક એવી ઘટના સામે આવી છે જેની અંદર એક કિશોરનું દોરી વડે ગળું કપાઈની ઘટના બની હતી

અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા તાલુકાના લીલાછા ગામના યુવકનું ચાઈનીઝ દોરીથી ગળું કપાઈની ઘટના સામે આવી છે ત્યારે સમગ્ર ઘટના જોતા યુવા કામ અર્થે બાઈક લઈને ભીલોડા તરફ જતો હતો ત્યારે આ ઘટના બની હતી યુવકને તાત્કાલિક સારવાર માટે ભિલોડા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો યુવકનું ગળું કપાતા ગળાના ભાગે પાંચ ટાંકા લેવામાં આવ્યા હતા હાલ યુવકની હાલત સ્થિર જણાઈ આવિ હતી

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં હજુ પણ અરવલ્લી જિલ્લાની અંદર કેટલીક જગ્યાએ અંદર ખાનગી રીતે ચાઈનીઝ દોરી નો વેપલો થતો હોયતો નવાઈ નહિ. અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગેરકાયદેસર રીતે આ દોરીનું વેચાણ થઈ રહ્યું છે લોકો તેનાથી પતંગ પણ ચગાવે છે. ભિલોડામાં બનેલી ઘટનાને લઈને ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા વેપારીઓને ઝડપવામાં આવી તેવી માંગ કરવામાં આવી રહી છે

Back to top button
error: Content is protected !!