BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર ખાતે ઈ.વી.એમ.નું પ્રથમ તબક્કાનું રેન્ડમાઈઝેશન પૂર્ણ

સ્ટ્રોંગરૂમ ઉપરથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈ.વી.એમ. સબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલાયા

છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ચૂંટણીલક્ષી કામગીરી અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇ.વી.એમ.નું પહેલા તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું હતુ.

ઈલેકટ્રોનિક વોટીંગ મશીનનું પહેલા તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી તેને સબંધિત વિધાનસભામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગરૂમ ઉપરથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તાર માટે ફાળવવામાં આવેલા ૧,૫૮૮ બેલેટ યુનિટ, ૧,૪૭૭ કંટ્રોલ યુનિટ તથા ૧,૫૫૯ વી.વી.પેટ સબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, આ ઈ.વી.એમ. સબંધિત વિધાનસભા વિસ્તારના સ્ટ્રોંગરૂમમાં મૂકાયા બાદ મતદાન પહેલા સબંધિત મતદાન મથકે મોકલવા માટે તેનું બીજા તબક્કાનું રેન્ડમાઈઝેશન કરીને તે મુજબ તેને મતદાનના દિવસે સબંધિત મતદાન મથક ખાતે મોકલવામાં આવશે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!