INTERNATIONAL

ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલી ટાઈટન સબમર્સિબલનો કાટમાળ મળ્યોઃ પાંચેય પ્રવાસીઓનાં કરુણ મોત

બોસ્ટન : ૧૧૧ વર્ષ પહેલાં એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા ગયેલાં પાંચેય પ્રવાસીઓનું મોત થયું હતું. ટાઈટન નામની સબમર્સિબલમાં ઊંચું દબાણ સર્જાયું હોવાથી ભયાનક વિસ્ફોટ થયો હતો અને પળ બે પળમાં જ ટાઈટનના કૂરચા બોલી ગયા હતા. કેનેડાની ટૂકડીએ રોબોટ મોકલ્યો હતો તેણે ટાઈટનના કાટમાળને શોધ્યો હતો. કાટમાળને બહાર કાઢવાની મથામણ શરૂ થઈ છે.

મૃતદેહો મળશે કે નહીં એ મોટો સવાલ છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે તીવ્ર વિસ્ફોટના કારણે શરીરના પણ ટૂકડા થઈ ગયા હોવાની શક્યતા છે. ટાઈટનનો કાટમાળ ટાઈટેનિક જહાજ જ્યાં ડૂબ્યું હતું તેનાથી ૧૬ હજાર ફૂટ દૂર ૧૨,૫૦૦ ફૂટની ઊંડા પાણીમાંથી મળ્યો હતો.

ટાઈટેનિક જહાજ ડૂબી ગયું તેનો કાટમાળ જોવા માટે ટાઈટન નામની સબમર્સિબલમાં એટલાન્ટિક મહાસાગરના પેટાળમાં પહોંચેલા પાંચેય ઉદ્યોગપતિઓનાં મોત થયા છે. કેનેડાની રિસર્ચ ટૂકડીએ કાટમાળ શોધવા માટે મોકલેલા રોબોટે ૧૨,૫૦૦ ફૂટના ઊંડાણમાં પહોંચીને કાટમાળ શોધી કાઢ્યો હતો. આ કાટમાળ ટાઈટેનિક જહાજ જ્યાં ડૂબ્યું હતું તેનાથી ૧૬,૦૦૦ ફૂટના અંતરેથી મળ્યો છે. કાટમાળને બહાર કાઢવા માટે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કાટમાળ પાંચ સ્થળોએ વેરાયેલા પડયો છે. નિષ્ણાતોએ એવો અંદેશો વ્યક્ત કર્યો હતો કે કદાચ મૃતદેહો મળવા મુશ્કેલ છે. જે તીવ્રતાથી સબમર્સિબલમાં વિસ્ફોટ થયો હતો એમાં માનવ શરીરના કૂરચા બોલી જાય. એટલે મૃતદેહોને બહાર કાઢવાનું કામ અતિશર કપરું બની શકે છે.

જે કંપની ટાઈટેનિક જોવા માટે લઈ જતી હતી એ ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ, પાકિસ્તાનના ઉદ્યોગપતિ પિતા-પુત્ર શહજાદા દાઉદ અને સુલેમાન દાઉદ, બ્રિટિશ સાહસિક હામિશ હાર્ડિંગ, ફ્રાન્સનો સાહસિક અને ટાઈટેનિક એક્સપર્ટ પોલ હેનરી ૨૨ ફૂટ લાંબી અને ૯.૨ ફૂટ પહોળી ટાઈટન સબમર્સિબલમાં સવાર થઈને એટલાન્ટિક મહાસાગરના પેટાળમાં ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયા હતા.

તેમણે સબમર્સિબલને દરિયામાં ઉતારી તેની ૧.૪૫ કલાક બાદ સંપર્ક કપાઈ ગયો હતો. આ સબમર્શિબલમાં કોઈ સીટ ન હતી. માત્ર ફર્શ પર બેસવાનું હતું અને ફૂડ પેકેટ્સ સાથે રખાયા હતા. ૯૬ કલાક ચાલે એટલો ઓક્સિજનનો જથ્થો હતો.

ટાઈટનના પ્રેશર વાલ્વમાં ટેકનિકલ ગરબડ સર્જાઈ ગઈ હોવાથી ઊંડાણમાં જતાં તીવ્ર દબાણ સર્જાયું હતું. તીવ્ર દબાણ સબમર્સિબલ માટે અસહ્ય બનતા પળવારમાં વિસ્ફોટ થયો હશે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે જેમ એક ફુગ્ગામાં હવા વધી જાય અને એકાએક ફુગ્ગો ફૂટી જાય એવી સ્થિતિ સબમર્સિબલની થઈ હશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!