HIMATNAGARSABARKANTHA
*ખેડબ્રહ્માના ચિત્રોડી ખાતે પ્રાકૃતિક ખેતર શાળા અંતર્ગત તાલીમ યોજાઈ*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*ખેડબ્રહ્માના ચિત્રોડી ખાતે પ્રાકૃતિક ખેતર શાળા અંતર્ગત તાલીમ યોજાઈ*
**

સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડી ગામે પ્રાકૃતિક ખેતર શાળા અંતર્ગત પ્રથમ સત્રની તાલીમ યોજાઈ હતી.
આ તાલીમમાં જમીનને વાવણી માટેની તૈયારી, ખેડની દિશા નક્કી કરવી, દસપર્ણ અર્ક બનાવવાની પદ્ધતિ, જીવામૃત બનાવવાની પદ્ધતિ તેમજ વાપસા માટે માટી ક્યારા બનાવવા વગેરે વિષય પર ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.



