GUJARATJUNAGADH

જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૨૨ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સીમતળના રસ્તા ઉપરથી દબાણો દૂર કરાવવા, સીમ વિસ્તારમાંથી પસાર થતા રસ્તાઓની મરામત કરાવવી, ત્યાંથી દબાણો દુર કરાવવા, ખેડૂતોને હાઈ કેપેસીટી વીજળીના કનેક્શન મળે, પેશકદમી દૂર કરાવવી, રાઈટ ટુ એજ્યુકેશન અંગેના પ્રશ્નો, જમીન માપણી, રી-સર્વે કરાવવા, રોડની બંને બાજુ માટીકામ, મેટલકામ પૂર્ણ કરાવવું, ચોમાસા પહેલા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાવવી, નદી, નાળા, ચેકડેમમાંથી કચરા દૂર કરવા અને તેની સફાઈ કરાવવી, અંડર બ્રિજ, રસ્તાનું બાંધકામ, ઓનલાઈન તમામ કામની રેગ્યુલર માહિતી મળી રહે, આવાસ યોજનાના લાભાર્થીઓના પ્રશ્નો, બાકી રહેલા રસ્તાનું રીપેરીંગ ઝડપથી પૂર્ણ થાય, સીસી રોડ બનાવવા, વોંકળાની સફાઈ કરાવવી તેમ વગેરે વિવિધ પ્રકારના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં બાકી રહેતા પ્રશ્નો અને પેન્ડિંગ રહેલા, વારંવાર રજૂઆત કરવામાં આવતા પ્રશ્નોનો યોગ્ય અને હકારાત્મક નિકાલ લાવવાની સૂચના આપવામાં આવી હતી. અરજદારોને નાની નાની વાત માટે જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા ન પડે તે રીતે સુચારુ આયોજન ગોઠવવા માટે જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું.હાલમાં જૂનાગઢ જિલ્લામાં આગામી બે ત્રણ દિવસોમાં અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી હોવાથી ભયજનક હોર્ડિગ્સ ઉતારી લેવા, રસ્તાની સફાઈ કરાવવી, શાળાઓમાં આશ્રય સ્થળો ઉભા કરવા, ફૂડ પેકેટ, પીવાનું પાણી, આરોગ્યલક્ષી સગવડો ઉભી કરવી વગેરે જરૂરી બાબતોનું જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોને ધ્યાન દોર્યું હતું. તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ અધિકારીઓને નિયમિત રીતે જાત મુલાકાત કરવા અને લોક સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવા સુચના આપી હતી.કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જે- તે સંબંધિત વિભાગના અધિકારીગણ અને અરજદારશ્રીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!