હાલોલના કંજરી શ્રી રામજી મંદિર ખાતે આજથી પાંચ દિવસ યોગ સત્સંગ અને ધાર્મિક કથાનો પ્રારંભ થયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૨.૨૦૨૬
હાલોલ તાલુકાના કંજરી શ્રીરામજી મંદિર પરિષદ ખાતે મંદિર ના મહંત શ્રીરામશરણદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતિમાં નેપાળ ના અનંત શ્રી વિભૂષિત જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામકૃષ્ણચાર્યજી મહારાજ ના સ્વમુખે થી આજથી પાંચ દિવસ યોગ સત્સંગ અને ધાર્મિક કથાનો પ્રારંભ થયો હતો.આ પ્રસંગે સંતો – મહંતો તેમજ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.હાલોલ તાલુકાના કણજરી ગામે આવેલ પ્રસિદ્ધ રામજી મંદિર ખાતે નેપાળ થી પધારેલા અનંત શ્રી વિભૂષિત જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામકૃષ્ણચાર્યજી મહારાજ તેમજ અન્ય સંતો મહંતો મંગળવાર ના રોજ સાંજના સમયે હાલોલ ખાતે પધારતા કણજરી રોડ સ્થિત રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર, ભીડભંજન હનુમાનજી મંદિર તેમજ રામ રામાયણ યુવક મંડળ હાલોલ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.કંજરી રોડ સ્થિત ગણેશ મંદિર તથા હનુમાનજી મંદિર ખાતે શ્રીરામશરણદાસજી મહારાજ તેમજ રામકૃષ્ણચાર્યજી મહારાજે આરતી કરી હતી.વચનામૃત કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શ્રી રામકૃષ્ણચાર્યજી ને બગી માં બેસાડી બાઇક રેલી દ્વારા તેઓની શોભાયાત્રા કણજરી ગામે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જ્યાં બાલિકાઓ દ્વારા સામૈયું કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો પગપાળા કંજરી રામજી મંદિર ખાતે પોહચી ભગવાન શ્રીરામ લક્ષ્મણ જાનકીના ના દર્શન કરી રામધૂન કરતા વાતાવરણ ભક્તિમય બનીગયું હતું.રામજી મંદિર ના મહંત પૂજ્ય રામશરણદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ આજે બુધવારના રોજ બપોર ના 4.30 કલાક થી સાંજના 6.00 વાગ્યા સુધી અનંત શ્રી વિભૂષિત જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામકૃષ્ણચાર્યજી મહારાજ ના સ્વમુખે થી યોગ સત્સંગ અને ધાર્મિક કથા પ્રવચન નો પ્રારંભ થયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.જે પાંચ દિવસ સુધી ચાલનાર છે.આ સત્સંગનો લાભ વધુમાંવધુ ભક્તજનોને આધ્યાત્મિક લાભ લે તેવી મંદિર દ્વવારા અપીલ કરવામાં આવી છે.જયારે 13 મી ફેબ્રુઆરી થી સવારે 8.00 કલાકે થી યજ્ઞ નો આરંભ થશે જે ત્રણ દિવસ ચાલશે તેમ જાણવા મળ્યું હતું.










