
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી–સાબરકાંઠાના પાંચ શ્રદ્ધાળુઓનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત ,રણુજા દર્શન માટે જતા હતા લોકો :- ધનસુરા તાલુકાના રુઘનાથપુરા ગામના 3 લોકોના મોત
જોધપુર–બાલેસર હાઇવે પર વહેલી સવારે બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં અરવલ્લી અને સાબરકાંઠાના શ્રદ્ધાળુઓનો કરુણ અંત આવ્યો હતો. રણુજાના દર્શન માટે જતા ટેમ્પો અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ઘટના બની હતી
અકસ્માત એટલો ભીષણ હતો કે ટેમ્પો સંપૂર્ણ રીતે ચકનાચૂર બની ગયો હતો. ઘટનાસ્થળે જ અરવલ્લી જિલ્લાના ત્રણ અને સાબરકાંઠા જિલ્લાના બે શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો.ઘટનામાં ૧૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જોધપુરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનો સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.ધનસુરા તાલુકાના રુઘનાથપુરા ગામના મૃતકો હોવાને કારણે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.અકસ્માત બાદ અરવલ્લી અને સાબરકાંઠાના સ્થાનિક નેતાઓ રાજસ્થાનના તંત્ર સાથે સતત સંપર્કમાં રહી બચાવ અને સારવાર કામગીરી અંગે માહિતી મેળવી રહ્યા છે. પોલીસએ અકસ્માત નો ગુન્હો નોધી અને અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે






