મહીસાગર જિલ્લાના બાલાસિનોર માં હાથીદાંત વેચવાની પેરવી કરતાં પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં હાથી દાંત વેચવાની પ્રેરવી કરતાં પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા…
અમીન કોઠારી મહીસાગર…..
તા.૧૨/૮/૨૪
20 લાખ રૂપિયા ના હાથી દાન્ત વેચવાના હતા મીયા બીબી સહિતની ગેંગ…
બોક્ષ….
મહીસાગર ફોરેસ્ટ અને મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ વિભાગ એ બાલાસિનોરમાંથી હાથીના દાંત ઝડપી પાડ્યા….
પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાઇલ્ડ લાઇફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોને બાતમી મળવા પામી હતી કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે એક યુગલ અને તેમના કેટલાક સાગરીતો સાથે મળીને હાથી દાંત વેચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે…
ત્યારે મળેલી બાતમીના આધારે લોકલ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા તે અંગેનું છટકું ગોઠવીને તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ….
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર
બાલાસિનોર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ દ્વારા હાથી દાંત વેચવા માટે જતી શાહીદાબાનો નામની મહિલા અને સુલતાન અહેમદ સહિત પાંચ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, અને ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચાર જેટલા નાના મોટા હાથીદાંત ઝડપી પાડવામાં આવ્યા છે…..
ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વન વિભાગ એ સ્થાનિક પોલીસને સાથે રાખીને કરવામાં આવેલા આ ઓપરેશનમાં આરોપીઓના ઘરેથી હાથી દાંત મળી આવવા પામ્યા હતા.
મહિસાગર જિલ્લો તેમજ બાલાસિનોર માં ટોક ઓફ ધી ટાઉન બનેલા બનાવની સમગ્ર વિગત આ મુજબ છે. બાતમીના આધારે એક ટીમ તૈયાર કરીને આરોપીઓને રંગે હાથ પકડવા માટે વાઇલ્ડ લાઇફ કંટ્રોલ બ્યુરો અને બાલાસિનોર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ હાથીદાંતની ખરીદી કરવા માટે ફોરેસ્ટ ખાતાના અધિકારી ખુદ ખરીદદાર બન્યા હતા અને હાથી દાંત ખરીદવામાં રસ દાખવીને મુદ્દા માલ જોવા માટે મંગાવ્યું હતું , પરંતુ આરોપીઓને આ બાબતે શંકા જતા તેમણે હાથી દાંત બતાવ્યા ન હતા, પરંતુ બાતમીના આધારે ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે સુલતાનની પત્ની શાહીદાબાનો એ હાથી દાંત રાખ્યા હોવાનું સ્વીકારી લીધું હતું.
વધુ પૂછપરછ કરતા બીજા ચાર આરોપીઓના નામ જાણવા મળતા તમામની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓ પાસે આ મુદ્દા માલ ઘણાં લાંબા સમયથી પડ્યો હોવાનું પણ બહાર આવવા પામ્યું છે , હાથી દાંતનો સારો ભાવ આવશે તેવી આશાએ તેઓ છેલ્લા કેટલાય સમયથી તેને વેચવા માટેના ભરપૂર પ્રયાસો કરી રહ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં ઈદરીશ મોહમ્મદ શેખ, સમીર સૈફી શેખ, અખ્તર હુસેન તાજ મહંમદ શેખ, શાહિદાબાનો સુલતાન શેખ અને તેના સોહર સુલતાન અહેમદ શેખ નો સમાવેશ થાય છે.
બોક્સ….
આ ઝડપાયેલા આરોપીઓ પાસે આ હાથીદાંત ક્યાંથી આવ્યા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.





