આણંદ ચિખોદરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હત્યા કેસમાં વધુ પાંચ આરોપીઓ ઝડપાયા

આણંદ ચિખોદરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હત્યા કેસમાં વધુ પાંચ આરોપીઓ ઝડપાયા
તાહિર મેમણ – આણંદ – 22/08/2024- આંનદ જિલ્લા ના ચિખોદરાની સીમ સ્થિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકના મેદાનમાં ચાલી રહેલી નાઈટ ક્રિકેટ મેચ દરમિયાન બાઈક અડી જવા મામલે યુવકની હત્યા કરાઈ હતી. જેમાં પોલીસે વધુ પાંચ શખસોને ઝડપી પાડ્યા હતા. જેમને બુધવારે કોર્ટમાં રજૂ કરી આગામી 27મી સુધી રિમાન્ડ મેળવ્યા છે.
ચિખોદરાની સીમમાં ગત જૂનમાં ચાલી રહેલી નાઈટ ક્રિકેટ મેચમાં બાઈક અડી જવા મામલે સોયેબ વ્હોરા અને અર્શ વ્હોરા સાથે ઝઘડો થયો હતો. દરમિયાન, થોડીવારમાં બાઈક સવાર યુવકો અન્ય શખસોને બોલાવી લાવ્યા હતા અને તેઓ મારક હથિયાર સાથે ધસી આવીને મારામારી કરી હતી. જેમાં ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા સલમાન મોહમ્મદહનીફ વ્હોરાને મારક હથિયાર સાથે માર મારતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં હત્યા, મારામારી અને રાયોટીંગની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી કુલ 11 શખસોની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય શખસ વોન્ટેડ હતા. રક્ષાબંધને ગામમાં આવેલા વિશાલ વાઘેલા, શક્તસિંહ પરમાર, દિલીપ પરમાર, વિજય પરમાર અને કેતનને ઝડપી પાડ્યા હતા.




