BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
જુગારધામ પર પોલીસનો દરોડો:ભરૂચમાં સ્મશાન નજીક બાવળીની ઝાડીમાંથી 5 શખ્સો ઝડપાયા, ₹46 હજારનો મુદ્દામાલ જપ્ત


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એ ડિવિઝન પોલીસે દાંડિયા બજાર સ્મશાન નજીક નદી કિનારે બાવળીની ઝાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પરથી રોકડ રકમ, ચાર મોબાઈલ ફોન અને એક બાઈક મળી કુલ ₹46 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં ધોળીકુઈ બજાર ગોલવાડના રહેવાસી મનોજકુમાર બાબુલાલ મહતો, વિજયકુમાર રામજી પ્રસાદ, હરિકેશલાલ મોહર ચૌહાણ, જયમેજર રાજેન્દ્ર ચૌહાણ અને પૂર્ણવાસી જાકાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




