ANANDGUJARATUMRETH

ઉમરેઠના લીંગડા-ગમનપુરા રોડ પર ખેતરની ઓરડીમાં દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સો ઝડપાયા

રિપોર્ટ: કુંજન પાટણવાડીયા

ઉમરેઠ પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે લીંગડા થી ગમનપુરા તરફ જતા રોડ પર આવેલ એક ખેતરની ઓરડીમાં રેડ કરી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને કુલ રૂ. ૧,૪૦,૨૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ઉમરેઠ પોલીસના જવાનોને ખાનગી બાતમી મળી હતી કે, અલ્પેશભાઈ ભાનુભાઈ પટેલના ખેતરમાં આવેલી ઓરડીમાં કેટલાક ઈસમો દારૂની મહેફિલ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી ઓરડી પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ઓરડીમાં જોર-જોરથી અવાજો આવતા હતા. પોલીસે ઓરડી કોર્ડન કરી અંદર પ્રવેશતા પાંચ ઈસમો નશાની હાલતમાં મળી આવ્યા હતા.

વિદેશી દારૂની અડધી બોટલ તથા બીયરના ખાલી ટીન.
૦૫ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫૦,૦૦૦/-).
૦૩ ટુ-વ્હીલર વાહનો (બે એક્ટિવા અને એક એવીએટર – કિંમત રૂ. ૯૦,૦૦૦/-).
કુલ મુદ્દામાલની કિંમત: રૂ. ૧,૪૦,૨૫૦/-.

૧. અલ્પેશભાઈ ભાનુભાઈ પટેલ (રહે. આશીપુરા)

૨. પરાગભાઈ રમેશભાઈ પટેલ (રહે. આશીપુરા)

૩. ધવલભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ (રહે. આશીપુરા)

૪. રમણભાઈ નાનજીભાઈ મકવાણા (રહે. લીંગડા)

૫. મયંકકુમાર જગદીશભાઈ પટેલ (રહે. આશીપુરા)

પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!