આણંદ 35 હજારની લાંચ કેસ માં નાયબ મામલતદારને પાંચ વર્ષની કેદ ની સજા.
આણંદ 35 હજારની લાંચ કેસ માં નાયબ મામલતદારને પાંચ વર્ષની કેદ ની સજા.
તાહિર મેમણ – આણંદ – 18/10/2025 – આણંદ 35 હજારની લાંચ કેસ માં નાયબ મામલતદાર જીતેન્દ્રસિંહ કાળુભા વાળાને પાંચ વર્ષની કેદ ની સજા ફટકારી લાંભવેલ ગામના એક નાગરિકે બોરીયાવી ગામની સીમમાં ખેતીલાયક જમીન ખરીદી હતી. આ જમીનની 7/12 નોંધ ચઢાવવા માટે તેમણે 9 એપ્રિલ, 2014ના રોજ જરૂરી પુરાવા સાથે આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં અરજી કરી હતી.
આગળની કાર્યવાહી કરવા છતાં એન્ટ્રી પાકી ન થતાં, અરજદારે નાયબ મામલતદાર જીતેન્દ્રસિંહ કાળુભા વાળાનો સંપર્ક કર્યો હતો. 18 જૂન, 2014ના રોજ જીતેન્દ્રસિંહ વાળાએ એન્ટ્રી પાકી કરવા માટે ₹35,000ની લાંચની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે “વ્યવહાર કરશો તો જ કામ થશે.” જોકે, અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBમાં ફરિયાદ નોંધાવી હતી.આણંદ કોર્ટે લાંચના કેસમાં આણંદ ગ્રામ્યના નાયબ મામલતદાર અને તેમના વચેટીયાને દોષિત ઠેરવી કેદ અને દંડની સજા ફટકારી છે. પાકી એન્ટ્રી માટે 35,000 હજાર ની લાંચ માંગવાના આ મામલામાં ACBએ ગોઠવેલા છટકામાં બંને ઝડપાયા હતા. ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં જીતેન્દ્રસિંહ વાળા વતી ₹35,000ની લાંચ સ્વીકારતાં વચેટીયા અશોક રમણભાઈ પરમારને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
કોર્ટે નાયબ મામલતદાર જીતેન્દ્રસિંહ કાળુભા વાળાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ 4 વર્ષની સાદી કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરાય તો વધુ 3 માસની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત, કલમ 13(1)(ઘ) તથા 13(2) હેઠળ તેમને 5 વર્ષની સાદી કેદ અને ₹25,000ના દંડની સજા પણ ફટકારવામાં આવી છે, જેમાં દંડ ન ભરાય તો વધુ 3 માસની કેદનો હુકમ છે.