BANASKANTHAGUJARATPALANPUR
78 માં સ્વાતંત્ર્ય દિન ના રાષ્ટ્રિય પર્વ નિમિતે જોરાપુરા (ભાખર) પ્રા.શાળા માં ધ્વજવંદન કાર્યક્રમ ની હર્ષ ભેર ઉજવણી કરવામાં આવેલ
78 માં સ્વાતંત્ર્ય દિન ના રાષ્ટ્રિય પર્વ નિમિતે જોરાપુરા (ભાખર) પ્રા.શાળા માં ધ્વજવંદન કાર્યક્રમ ની હર્ષ ભેર ઉજવણી કરાઇ હતી જેમાં શાળા ના બાળકોએ દેશભક્તિ વિશે વક્તવ્ય આપ્યા હતા. રમત ગમત સ્પર્ધાઓ યોજી હતી. આ પ્રસંગે ગ્રામજનો, એસ એમ સી કમિટી તેમજ ગ્રામજનો તેમજ ભૂતેડી સીઆરસી નરેશભાઈ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા.. શાળા ના બેન શ્રી જીનલ બેન પ્રજાપતિ ને ભૂતેડી સેન્ટર ના પ્રતિભાશાળી તરીકે નું પ્રમાણપત્ર સીઆરસી શ્રી એન ડી શ્રીમાળી ના હસ્તે આપવામાં આવ્યું હતું.. શાળાના આચાર્ય દેવિન્દ્રા બેન પટેલે કાર્યકમ ની આભારવિધિ કરી ને સૌનો આભાર માન્યો હતો.