GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: નવસારી શહેર તેમજ તાલુકામાં ભાજપ પ્રમુખોના નામોની યાદી જાહેર કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે. નવસારી જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી  સંજયભાઈ પટેલ દ્વારા નવસારી જીલ્લાના મંડલના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચીખલી તાલુકામાં પ્રમુખ તરીકે મયંકભાઈ ભાણાભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી જ્યારે ખેરગામ તાલુકામાં લીતેશકુમાર રમેશભાઈ ગાંવિત, બીલીમોરા શહેરમા નીરવભાઈ નિતીનભાઈ ટેલર,વાંસદા તાલુકામાં સંજયભાઈ શુક્કરભાઈ પટેલ, નવસારી તાલુકા પ્રમુખ તરીકે સ્વીન્દ્રસિંહ પનસિંહ સોની,નવસારી-વિજલપોર શહેર,વિજયકુમાર અમૃતભાઈ ભટ્ટ,ગણદેવી તાલુકામાં શૈલેષભાઈ મોરારભાઈ હળપતિ,ગણદેવી શહેરમાં હાર્દિકભાઈ રાજેશભાઈ વેદ્ય ને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.જ્યારે જલાલપોર તાલુકામા હિતેશભાઈ ડાહ્યાભાઈ પટેલની વરણી કરવામાં આવતા વરાયેલા તમામ કાર્યકરોમા ખુશીનો માહોલ સર્જાયો હતો

Back to top button
error: Content is protected !!