
ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે શિનોર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
શિનોર પી આઈ બી એન ગોહિલ તેમજ પી એસ આઈ
એમ એસ જાડેજા ની અધ્યક્ષતામાં આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી.ફ્લેગ માર્ચ પોલીસ મથકે થી નિકળી સાધલીના મુખ્ય બજાર થઈ ચોરા પાસેથી સાધલી ગામમાં ફરી હતી.
ગુજરાત પોલીસ નું અભિગમ છે કે રાજ્યના નાગરિકો દરેક તહેવાર ની ઉજવણી શાંતિ અને ભાઈચારા સાથે કરે તેમજ રાજ્ય ભરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે એવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવતું હોય છે.
આ ફ્લેગ માર્ચ માં સાધલી આઉટ પોસ્ટ ના જમાદાર વર્ધાજી તેમજ શિનોર પોલીસ સ્ટાફ સાથે મહિલા પોલીસકર્મીઓ તેમજ જી આર ડી જવાનો જોડાયા હતા.



