BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરામા થરા નગરદેવીશ્રી બહુચર માતાજીના મંદિરે ધ્વજા રોહણ તેમજ માતાજીનો યજ્ઞ યોજાયો..

નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર માં જુનાગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન નગરદેવી રાજ રાજેશ્વરીશ્રી બહુચર માતાજીના મંદિરે

કાંકરેજ તાલુકાના થરામા થરા નગરદેવીશ્રી બહુચર માતાજીના મંદિરે ધ્વજા રોહણ તેમજ માતાજીનો યજ્ઞ યોજાયો..

ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો”ની ભાવના સાથે આરોગ્ય- મનોરંજન – કોમી- એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે.મૃતાત્માને તર્પણ વિધિનાશ્રાદ્ધ પર્વ પૂર્ણ થતાં જ માં શક્તિનું પર્વ નવલા નોરતા નો પ્રારંભ થાય છે. નવરાત્રિ એટલે શકિત-ભકિત- આરાધનાનુ પર્વ આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબાને ભવાઈ વેશ થકી મા શક્તિના ગુણગાન ગવાય છે.ત્યારે નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર માં જુનાગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન નગરદેવી રાજ રાજેશ્વરીશ્રી બહુચર માતાજીના મંદિરે આજરોજ સવંત ૨૦૮૧ ના આસોસુદ-૮ ને મંગળવાર તા.૩૦/૦૯/૨૦૨૫ ના રૉજ સવારે ૮-૧૫ થી થરા સ્ટેટમાજી રાજવી વાઘેલા કરણસિંહ સુરેન્દ્રસિંહ, રવિરાજસિંહજી હેતકરણસિંજી (લાલભા) વાઘેલાના યજમાનપદે યજ્ઞના આચાર્ય રાઘવેન્દ્ર કે.જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે બપોરે ૨ કલાક સુધી નગરદેવી શ્રી બહુચર માતાજીનો યજ્ઞ યોજાયો હતો.બપોરે ૨.૧૫ કલાકે નાળિયેર હોમી થરા સ્ટેટ માજી રાજવી પરિવાર દ્વારા આરતી ઉતારી શાસ્ત્રી રાઘવેન્દ્ર જોષી પૂજારી સોમભારથી ગૌસ્વામીને ભેટપુજા કરેલ.આ પ્રસંગે થરા સ્ટેટમાજી રાજવી પરિવાર દ્વારા બપોરે ૧૨.૩૯ કલાકે માતાજીને ધ્વજારોહણ કરવામાં આવી હતી. નવરાત્રિ ના નવેનવ દિવસે ચંદ્રેશ સોની,ભુપેન્દ્રભાઈ સોની, ગૌરવ સોની,હર્ષદ સોની (ભાણો) ચારેય મિત્રોના વરદ હસ્તે માતાજી ની “આગી” પુરવામાં આવેલ.રાજવી પરિવાર સહીત શ્રીમાઈ મંડળના પ્રમુખ રાજુભાઈ સોની,ચમનભાઈ સોની, જોઈતાભાઈ પ્રજાપતિ, લક્ષ્મણભાઈ પ્રજાપતિ, રમેશભાઈ દરજી (આર.કે.), અલ્પેશભાઈ પ્રજાપતિ, જયંતીભાઈ નાઈ (ખજૂમલ) સહીત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!