તા.૦૯.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા બસ સ્ટેશન ખાતે HIV/AIDS વિષયક જનજાગૃતિ માટે ફોક શોનું કરાયું આયોજન
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ દાહોદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત તેમજ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ ટીબી એચ. આઈ.વી ઓફિસર (DTHO) ડૉ . આર ડી પહાડિયા અને એડિશનલ પ્રોજેક્ટ ડારેક્ટરની સુચનામાં, HIV/AIDS વિશે જાગૃતિ ફેલાવવા માટે લીમખેડા બસ સ્ટેશન ખાતે ફોક શો નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આદિવાસી કલાકાર વિકાસ મંડળની ટીમ દ્વારા લોકકળાની અંદર રજૂઆત દ્વારા HIV/AIDSના સંક્રમણ, લક્ષણો, બચાવ અને સારવાર વિષે જનતાને માહિતગાર કરવામાં આવ્યા. આશરે ૩૦૦ થી વધુ લોકોએ આ ફોક શૉમાં હાજરી આપી હતી. આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનો મુખ્ય હેતુ એ છે કે લોકો HIV/AIDS અંગેની ભ્રાંતિઓ માંથી મુક્ત થાય અને સમયસર ટેસ્ટ તથા સારવાર તરફ પ્રેરિત થાય.કાર્યક્રમમાં ડેપો મેનેજર તથા અન્ય સ્ટાફ લેબ ટેકનીશ્યન ,LWS પ્રોજેક્ટ માંથી લિંક વર્કર ટીઆઈ પ્રોજેક્ટ માથી ગોવા ORW.સંજય મકવાણા ઈમ્તિયાઝ પઠાણ ઉપસ્થિતિ રહ્યા હતા.