GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ અને કાઇટ ફેસ્ટિવલનો લોકગાયિકા ગીતા રબારીનું સુરમ્ય સંગીત સાથે ભવ્ય પ્રારંભ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

 

નવસારી મહાનગરપાલિકાની એપ લોન્ચ અને કોફી ટેબલ બુકનું વિમોચન

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટિલે વિકાસ, સ્વચ્છતા અને જળસંચયને જનચળવળ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફૂડ એન્ડ કાઈટ ફેસ્ટિવલ 2025નું ભવ્ય ઉદ્ઘાટન સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટિલ અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની વિશેષ  ઉપસ્થિતિમાં વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. નગરજનો, પરિવારજનો અને યુવાનોની વિશાળ ઉપસ્થિતિમાં આ ઉત્સવની શરૂઆત ઉત્સાહભેર થઇ.

આ કાર્યક્રમ દરમ્યાન મહાનગરપાલિકાની વેબસાઇટ અને “નવસારી કનેક્ટ” મોબાઇલ એપ્લિકેશનનું અનાવરણ મંત્રીશ્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું હતું. જેનાથી નાગરિકોને સેવાઓ વિશે માહિતી મેળવવામાં સરળતા થશે. સાથે જ નવસારીના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વિકાસયાત્રાનો સમૃદ્ધ અભ્યાસ કરતું કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન સંબોધન દરમિયાન મંત્રીશ્રી સી.આર. પાટિલે નવસારી જિલ્લા આગળ વધી રહેલો વિકાસ, જળસંચય અને સ્વચ્છતા મુદ્દે થયેલી પ્રગતિની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ સરકાર, વહીવટી તંત્ર અને નાગરિકોના સંકલિત પ્રયત્નોથી શક્ય બની છે, અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હવે લોકોને જીવનશૈલીનો હિસ્સો બની રહી છે. તેમણે નવસારીએ આવનારા દિવસોમાં દેશના  સ્વચ્છ અને વ્યવસ્થિત નગરોમાં સ્થાન મેળવવા પ્રતિબદ્ધ રહેવાનું સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં   લોકગાયિકા ગીતા રબારીનું સુરમ્ય અને જીવંત સંગીત પ્રસ્તુતિ નગરજનો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.  તેમના સંગીતથી  ઉપસ્થિત નાગરિકો, યુવાનો અને બાળકો સહિત સૌએ તાળીઓના ગડગડાટ અને ઉત્સાહભેર નિહાળ્યું હતું. તેમના લોકગીતો મોહિત કરનારી સૂરાવલીએ વાતાવરણ ખુશી અને ઉત્સાહથી ભરી દીધું હતું.

આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી  ક્ષિપ્રા આગ્રે, મહાનગરપાલિકા કમિશનરશ્રી દેવ ચૌધરી , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા , નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Back to top button
error: Content is protected !!