GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના આંગણવાડીના બહેનો માટે આઈ.વાય.સી.એફ તાલીમ યોજાઈ

તા.૨૩/૧૦/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

તાલીમમા બાળ ઉછેરના પ્રથમ ૧ હજાર દિવસનું મહત્વ સમજાવાયું

Rajkot: મહિલા અને બાળ વિકાસ વિભાગ આઇ.સી.ડી.એસ દ્વારા જિલ્લાના રાજકોટ ગ્રામ્ય આંગણવાડીના ૧૪૯ બહેનો માટે તા.૩ ઓક્ટોબરથી તા.૨૩ ઓક્ટોબર સુધી આઈ.વાય.સી.એફ તાલીમ રાજકોટ ગ્રામ્ય ખાતે યોજાઈ હતી. માસ્ટર ટ્રેનર પિન્ટુબેન દવે તથા મિતલબેન પરમાર તાલીમ આપી હતી.

બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રથમ એક હજાર દિવસ ખૂબ મહત્વના હોય છે. પ્રથમ ૨૭૦ દિવસ (નવ માસ) ગર્ભાવસ્થાના અને બાકીના જન્મથી બે વર્ષ સુધીના ઉંમર ગણવામાં આવે છે. આ મહત્વના સમયગાળામા જન્મથી ૬ માસ સુધી બાળકને ફક્ત સ્તનપાન અને ૬ માસ પછી યોગ્ય ઉપરી આહારની શરૂઆત કરવી ખૂબ જરૂરી છે. અને આ માટે સગર્ભા અને ધાત્રીમાતાને કાઉન્સેલિંગ દ્વારા સમજ આપી શકાય તે હેતુથી આંગણવાડીની બહેનો માટે તાલીમ યોજાઈ હતી.

સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત સમાજમા સ્તનપાન અને પૂરક આહાર વિશે જ્ઞાન વધારવા ખોટી ધારણા અને માન્યતાઓને દુર કરવા અને ૦ થી ૬ વર્ષના બાળકોને આહારની પૂરતી જાગૃતિ અને સંપૂર્ણ માહિતીઓથી આંગણવાડી કાર્યકરોને સંપૂર્ણ સજ્જ બનાવવામા આવ્યા હતા.

આ તકે પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજી, ઇન.પ્રોગ્રામ ઓફિસરશ્રી સુરેશભાઇ પટેલ, બાળવિકાસ યોજના અધિકારીશ્રી રાજકોટ ગ્રામ્ય – પ્રફુલાબેન સોલંકી, માસ્ટર ટ્રેનર અને સી.ડી.પી.ઓશ્રી સોનલબેન વાળા, મુખ્ય સેવિકા તમામ રાજકોટ ગ્રામ્ય તાલીમમા ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!