
નરેશપરમાર.કરજણ,

શિનોર તાલુકામાં વિકાસ કામોના ખાદ્યમૂર્તની વણજાર
શિનોર તાલુકામાં થનાર અંદાજિત ૩.૯૦ કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ શિનોર તાલુકામાં મજૂર કરેલ ₹ ૩.૯૦ કરોડ ના વિવિધ કામોનું ખાત મુહૂર્ત કરજણ શિનોર પોર ના લોકપ્રિય ધારાસભ્ય અક્ષય પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું…
૧_ કુકાસ,મોટાકરાડા,તેરસા ગામની નવીન પ્રાથમિક શાળા ના કામની કુલ કીમત ₹ ૩.કરોડ
૨_મોટાકરાડા,મોલેથા,ઝાઝડ નવીન ગ્રામ પંચાયત ના મકાનનું કામનું કુલ કીમત ₹ ૭૫ લાખ
૩_સાધલી ગામે પેવર બ્લોક નું કામ ₹૧૫ લાખ
આ પ્રસંગે કરજણ શિનોર -પોર ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન જીગ્નેશ વસાવા કરજણ પાલિકા શાસક પક્ષના નેતા નિખિલ ભટ્ટ સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તાલુકા ભાજપ ના પ્રમુખ સંકેત પટેલ સહિત ના હોદ્દેદારો અને કાર્યકરો સરપંચોને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા…




