
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – જિલ્લાના ખાદ્ય વ્યવસાયકારો માટે Food Safety and Standards Authority of India (FSSAI) અંતર્ગત ફૂડ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો
અરવલ્લી જિલ્લામાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા તેમજ નાના ખાદ્ય વ્યવસાયકારોને કાનૂની રીતે સક્ષમ બનાવવા માટે Food Safety and Standards Authority of India (FSSAI) અંતર્ગત ફૂડ રજીસ્ટ્રેશન કેમ્પ તા. ૨૫/૦૨/૨૦૨૬ના રોજ સમય સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૦૦ દરમિયાન મદદનીશ કમિશ્નર ની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,મોડાસા ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો
આ કેમ્પ ખાસ કરીને રિટેલર, ફેરિયા, લારી-ગલ્લા ધારકો તેમજ વાર્ષિક રૂ. ૧૨ લાખથી ઓછા ટર્નઓવર ધરાવતા નાના ખાદ્ય વ્યવસાયકારોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમ્યાન અધિકારીઓ દ્વારા હાજર વ્યવસાયકારોને ફૂડ સેફ્ટી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ સ્થળ પર જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.કેમ્પમાં કુલ ૩૩ (તેત્રીસ) ખાદ્ય વ્યવસાયકારોને ફૂડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા નાના વેપારીઓને કાયદેસર રીતે વ્યવસાય ચલાવવા પ્રોત્સાહન મળ્યું છે તેમજ ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તમામ પાત્ર ખાદ્ય વ્યવસાયકારોને FSSAI રજીસ્ટ્રેશન મેળવવા માટે આગ્રહ કરવામાં આવે છે, જેથી ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન સુનિશ્ચિત થઈ શકે.





