GUJARATKUTCHMANDAVI

હજારો શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે શાંતિપૂર્ણ સત્યાગ્રહ કર્યો.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા OPS માટે વિરાટ આંદોલનમાં કચ્છના કર્મચારીઓ પણ જોડાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

સખત તાપમાં સવારે ૧૧ વાગ્યા થી ૫ વાગ્યા સુધી પોતાની કેઝ્યુઅલ રજા મુકીને OPS નુ તપ કર્યુ.

આજના દિવસની શૈક્ષણિક કાર્ય ભરપાઈ કરી આપવા માટે ઉપસ્થિત હજારો શિક્ષકો એ સંકલ્પ લીધો.

માંડવી,તા-૧૭ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ૧૬ મી ઓગસ્ટ ના રોજ સત્યાગ્રહ છાવણી- ગાંધીનગર મધ્યે OPS બાબતે મહા ધરણા કાર્યક્રમની જાહેરાત કરેલ હતી. મહાસંઘના એ આહવાન ઝીલી હજારોની સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. સરકાર સમક્ષ અનેક વખત માંગણીઓ કર્યા બાદ અને સરકાર તેમજ સંગઠન વચ્ચે અગાઉ થયેલ સમાધાન મુજબ પણ હજુ સુધી OPS બાબતે ઠરાવ ન થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મહા આંદોલન કરવામાં આવેલ હતુ. મુખ્યમંત્રીને પણ આ વિષય અંતર્ગત પદાધિકારીઓ દ્વારા રુબરુ મળી શિક્ષકોની લાગણીઓ અને માંગણીઓથી વાકેફ કરાવાશે. જો વિધાનસભા સત્ર શરુ થાય એ પહેલા આ અંગેનો ઠરાવ નહી થાય તો આગામી સમયમાં સંગઠન વધુ ઝલદ કાર્યક્રમો પણ કરશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં એકત્રિત થયેલ શિક્ષકોએ બૂઢાપે કી લાઠી રુપ OPS અંગેના સૂત્રોચાર કરી સંવેદનશીલ ગુજરાત સરકારના કાન સુધી આ યક્ષ પ્રશ્ન પહોંચડવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. વળી, આજના દિવસનુ જે શૈક્ષણિક કાર્ય અધૂરુ રહેલ છે તેને માટે વધુ સમય આપી શૈક્ષણિક કાર્ય ભરપાઈ કરી આપવા માટે ઉપસ્થિત હજારો શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે સંકલ્પ પણ લીધેલ હતો. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, ગ્રાન્ટેડ માધ્યમિક વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઇ ચૌધરી, એચ.ટાટ અધ્યક્ષ ભરતભાઇ ભૂરીયા, ઉપાધ્યક્ષ પ્રહલાદભાઈ ગલચર, અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ, સંગઠન મંત્રી ભરતભાઇ પારૂમલાણી, ગાંધીધામ તાલુકા મહામંત્રી રમેશભાઇ પ્રજાપતિ, સંગઠનમંત્રી પીયૂષભાઈ જાદવ, પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઇ ગોર તેમજ બહોળી સંખ્યામાં શિક્ષક- કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.

Back to top button
error: Content is protected !!