મુખ્ય કોચ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના કાર્યાલય આદેશમાં મોટા પ્રમાણમાં હેડ કોચની કામગીરીની ફેરબદલ

અહેવાલ:- પ્રતિક ભોઈ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત
સમગ્ર ઘટના આ છે કે તારીખ 25 /9 /2024 ના રોજ મુખ્ય કોચ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના કાર્યાલય આદેશમાં મોટા પ્રમાણમાં હેડ કોચની કામગીરીની ફેરબદલ કરવામાં આવેલ છે જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલ છે આ કાર્યાલય આદેશમાં મુખ્ય કોચ દ્વારા કોઈ પૂરતા કારણ બતાવવામાં આવેલ નથી અને મનમાફક નિર્ણય લઈને જે કોચ ગુજરાતના ખેલાડીઓના હિતલક્ષી નિર્ણય લેવામાં સમર્થ હતા તેમને હટાવવાનો પ્રયાસ કરીને કોચ કોમ્યુનિટીમાં ફુટ પાડવાનો નિર્ણય લેવામાં આવેલ છે ઘણા સમયથી તમામ ડીસ્ટ્રીકટ કોચના ઘણા પ્રશ્નો જેમકે સાતમાં પગારપંચ મેરીટ ની યાદી મુજબ જિલ્લા રમત વિકાસ અધિકારીની પોસ્ટની વહેંચણી કરવામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને કોઈ રસ નથી પણ જે હેડ કોચ દિલથી અને ઈમાનદારીથી તેમની ફરજ બજાવી રહ્યા હતા તેમને હેડકોચના ફરજ પરથી મુક્ત કરીને તેમની કામગીરી આઉટ સોર્સિંગના માધ્યમથી કામ કરતા ઘણા કોચને સોંપવામાં આવેલ છે જે સ્પષ્ટપણે દેખાઈ રહેલ છે કે કાયમી કર્મચારીઓને પાસેથી મોનિટરિંગ અને હેડ કોચ જેવી મુખ્ય જવાબદારીનો ચાર્જ લઈને કોન્ટ્રાક્ટ પર કામ કરતા જુનિયર કર્મચારીઓને સોંપવામાં રસ છે તે ચર્ચાનો વિષય બનેલ છે જ્યારે કોચની ટ્રાન્સફર અથવા મેરીટ મુજબ યાદીની વાત કરવામાં આવે ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના અધિકારીઓ મંત્રીઓનો હવાલો આપીને છટકી જાય છે પણ આવનારા સમયમાં ખેલ મહાકુંભ અને કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયાની રાજ્ય એમ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ચાલુ થવાની છે જે ગુજરાતમાં હેડ કોચની ફેર બદલી નો આદેશ કેટલો અસરકારક બનશે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે જ્યારે હેડ કોચની અથવા જિલ્લા રમત વિકાસ અધિકારીના સ્થાન પર કોઈ ડીસ્ટ્રીકટ કોચની ડ્યુટી ફાળવવાની હોય ત્યારે માનનીય રમતગમત મંત્રીને પૂછવામાં આવતું નથી પણ જ્યારે મેરીટ મુજબની યાદી બહાર પાડવાની વાત આવે અથવા મેરીટ મુજબ તમામ ડિસ્ટ્રિક્ટ કોચને જિલ્લા રમત વિકાસ અધિકારીની પોસ્ટ પર બેસાડવાની વાત આવે ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના અધિકારીઓ જનતાને મંત્રીઓના હવાલા આપે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એવી સ્વતંત્ર સંસ્થા છે જેના મૂળ સંસ્થાના કોઈ જનરલ રુલ્સ અથવા રૂલ રેગ્યુલેશન નથી હાલના મુખ્ય કોચ જે પોતે એથ્લેટિક છે અને ઇન્ચાર્જ મુખ્ય કોચની ફરજ બજાવે છે તેઓ પોતાની પાસે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના બેથી વધારે મોટી સ્કીમના ચાર્જ લઈને બેઠા છે તેમને જ્યારે પૂછવામાં આવે ત્યારે તેમના અંગત સંબંધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકળાયેલ છે જેથી તેમના ઉપર કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના મુખ્ય ઓફિસમાં લગભગ 70% કર્મચારી પીપીપી મોડેલ પર આધારિત કંપનીના મારફત રાખવામાં આવે છે જેથી કોઈપણ અસ્થાયી કર્મચારીઓ તેમનાથી વિરુદ્ધ જઈને બોલવાની વાત કરતા નથી હિટલરની જેમ આ રાજશાહી ક્યાં સુધી ચાલશે? ક્યારે આવા કર્મચારીઓ પર સરકારના સંજ્ઞાન લેશે ?એ ગુજરાત માટે ચર્ચાનો વિષય બનેલ છે જ્યારે હેડકોચના કાર્યાલય આદેશમાં લગભગ 10 થી વધારે જેટલા જિલ્લા રમત વિકાસ અધિકારી પાસેથી હેડકોચના ચાર્જ લઈને પ્રાઇવેટ કર્મચારીઓને સોંપવામાં આવશે તો ભવિષ્યમાં સારામાં સારી કામગીરી કરતા ઘણા કોચ પર કામગીરી બાબત માં આ મોટો પ્રશ્ન ચિન્હ ઉભો રહેશે જે સમગ્ર ઘટના લોક મુખે ચર્ચાઇ રહેલ છે


