મેહસાણા જીલ્લા ની આઈટીઆઇ ની પ્રથમ વખત મહીલા ક્રિકેટ ટીમ ક્રિકેટ મેચ મા ભાગ લેશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા જીલ્લા ની આઇટીઆઇ કર્મચારી મહીલા ની ક્રિકેટ ટીમ પ્રથમ વખત સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટ ની રમત મા ભાગ લેશે અને પોતાનો ક્રિકેટ ટીમ મા કૌશલ્ય દાખવશે હાલમાં
શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર ખાતાના તાલીમ અને રોજગાર વિભાગ ગાંધીનગર હેઠળ આવતી અમદાવાદ વિભાગના જિલ્લા આઈટીઆઈઓ વચ્ચે તારીખ ૯ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન પાટણ જિલ્લાના બાલીસણા ખાતે કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ જિલ્લામાંથી મહિલા કર્મચારીઓ ની ક્રિકેટ ટીમોએ સૌ પ્રથમ ભાગ લીધેલ છે તેમાં *મહેસાણા જિલ્લાની આઇટીઆઈ* માંથી પણ એક ટીમ બનાવીને આ સ્ટાફ ટુર્નામેન્ટ મા ભાગ લીધો છે જે ટીમનું નામ GJ ૨ સુપર ક્વીન છે. આમ મહિલા કર્મચારીઓ દ્વારા ટીમ બનાવીને દર વર્ષે યોજાતી સ્ટાફ ટુર્નામેન્ટમા સૌ પ્રથમવાર ભાગ લઈને મહેસાણા જિલ્લા આઈટીઆઈની મહિલા કર્મચારીઓએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ટુર્નામેન્ટ નું આયોજન નાયબ નિયામક(તાલીમ) અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે.