ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી..
MADAN VAISHNAVOctober 10, 2024Last Updated: October 10, 2024
2 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ..સાપુતારા 10-10-2024 પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ છે.ગતરોજ ડાંગ જિલ્લાનાં આહવા પંથક અને સાપુતારા પંથકમાં વરસાદી માહોલ જામતા પાણીની રેલમછેલ ફરી વળી હતી.જેમાં આહવા પંથકમાં વાવાઝોડાનાં પગલે ઘર અને આઈસર ટેમ્પા પર વૃક્ષ ધરાશયી થતા જંગી નુકસાન થયુ હતુ. ગુરુવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં આહવા,બોરખલ, ચીંચલી, ગલકુંડ, સાપુતારા, શામગહાન,સાકરપાતળ,સુબિર સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથક તેમજ ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા વહેળા, કોતરડા, ઝરણા અને નાળાઓ પાણીથી ઉભરાયા હતા.ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતા લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા નદીનાં વહેણ તેજ બન્યા હતા.ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલે તાંડવ કરતા ડાંગર સહિત અન્ય પાકોને જંગી નુકસાન થયુ હતુ. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે નાના મોટા જળધોધ ફરી આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVOctober 10, 2024Last Updated: October 10, 2024