GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વર્ષ ૨૦૨૫–૨૬ માટે નવસારી જિલ્લાના ૫૧ ગામોમાં વાસ્મોના રૂ.૧૩૨ લાખના યોજનાકીય કામોને બહાલી આપવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં નવસારી જિલ્લાના ૫૧ ગામોમાં વાસ્મોના રૂ.૧૩૨ લાખના યોજનાકીય કામોને બહાલી આપવામાં આવી હતી. ગ્રામ્ય પાણી પુરવઠા અને સ્વચ્છતા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જલ અને સ્વચ્છતા સમિતિની આ બેઠક આયોજિત કરવામાં આવી હતી. કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ વાસ્મોની ગત વર્ષની કામગીરી અને જિલ્લાની પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
વસ્મોના યુનિટ મેનેજર અને સભ્ય સચિવશ્રી દિપ્તી વસાવાએ વાસ્મો કચેરી હેઠળના  મુદ્દાઓ રજૂ કર્યા હતા. જે પૈકી આયોજનના કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી . આ ઉપરાંત નવસારી જિલ્લામાં પાણી અંગેની ફરિયાદ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર પરથી કુલ ૪૧૯ ફરિયાદોની નિકાલ તથા ગ્રામ્ય પાણી યોજનાઓનું સંચાલન અને નિભાવણી માટે ઓપરેટરોની તાલીમ જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી .
બેઠકમાં જિલ્લા વાંસદા પ્રયોજના વહીવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીય ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાજેન્દ્ર રંગુનવાલા, વાસ્મોના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડીનેટર પ્રતિક પટેલ સહિત સમિતિના સભ્યો, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!