AMRELI CITY / TALUKOBABRAGUJARAT

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ચાવ પરિવારના આંગણે લગ્નમાં વિદેશી મહેમાનો પધાર્યા.

ભારતીય સંસ્કુતિ અને હિન્દૂ ધર્મના લગ્ન સંસ્કાર ની રીત રિવાજો થી વિદેશીઓ ખુશ થયા.

સમાચાર અમિતગીરી ગોસ્વામી સાવરકુંડલા

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ચાવ પરિવારના આંગણે લગ્નમાં વિદેશી મહેમાનો પધાર્યા.

ભારતીય સંસ્કુતિ અને હિન્દૂ ધર્મના લગ્ન સંસ્કાર ની રીત રિવાજો થી વિદેશીઓ ખુશ થયા.

બાબરા ગામે ચાવ પરિવારના લાડકવાયા એવા અભી ચાવ ના શુભ લગ્ન પ્રસંગે તેમના અભ્યાસ અને ધંધાર્થે વિશ્વના અલગ અલગ દેશોમાં પ્રવાસ દરમિયાન અલગ અલગ દેશોમાં મુલાકાત થયેલ તેમના વિદેશી મિત્રોની હાજરી રહી અને આ વિદેશી મહેમાનોએ ભારતીય અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે શુભ લગ્ન ને ઊંડાઈ થી નિહાળ્યા અને ખુશીની વાત એ છેકે અલગ અલગ દેશો માંથી આવેલ વિદેશી યુવક યુવતી ઓએ ભારતીય સંસ્કૃતિ અને હિન્દૂ ધર્મના સોળ સંસ્કાર પૈકીના લગ્ન સંસ્કાર નિહાળી લગ્ન વિધિ જોઈને તેમનો આનંદ લીધો હતો તેમજ દરેક વિધિ, માંડવો, પીઠી, મામેરા, દાંડિયા રાસ, જાન, હસ્ત મેળાપ, કન્યા વિદાય સહિતના તમામ લગ્ન સંસ્કારના પ્રસંગો નિહાળી તેમના વિશે સમજણ મેળવી હાજર રહ્યાછે અને લગ્નને સુશોભિત કર્યો હતા બાબરા ના ચાવ પરિવાર ના આંગણે આ વિદેશી મહેમાનો સ્પેન, જર્મની , એન્ડોરા , નાઈજીરિયા અને જર્મની જેવા અલગ અલગ દેશો માંથી આવેલ હતા અને વરરાજા અભી ચાવના સંબંધી નિવૃત ફૌજી અતુલભાઈ જાની સાવરકુંડલા, વરરાજાના મમ્મી,પપ્પા, સરોજબેન, શૈલેષભાઈ, મામાં હિતેશભાઈ મહેતા, નરેશભાઈ મહેતા અને સમગ્ર ચાવ પરિવાર ને ખુબજ ગર્વ થયો કે વિદેશી મહેમાનો આપણા ગુજરાતમાં હાજર રહી ભારતીય સંસ્કૃતિ ના લગ્ન સંસ્કારની યાદો સાથે લઈને પોતાના દેશોમાં ફરી પરત ફર્યા હતા તેમ નિવૃત ફૌજી અતુલભાઈ જાની સાવરકુંડલા ની યાદી જણાવેલ.

ફોટો / રિપોર્ટ.- અમિતગીરી ગોસ્વામી ( જર્નાલિસ્ટ ) સાવરકુંડલા

Back to top button
error: Content is protected !!