GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

અડાલજ-ગાંધીનગર પોલીસને હાઇકોર્ટની સૂચના ……

 

ગાંધીનગરની પરણીતા આપઘાત કેસમાં ચાર વીકમાં જ તપાસ કરી એફ.આઇ.આર. દાખલ કરવી

જામનગરના નાયબ મામલતદારની બહેને ગાંધીનગરમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળી કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતુ

*આત્મહત્યા પૂર્વે તેના ભાઈ સાથે ફોનમાં વાત કરી હવે મારાથી સહન થતું નથી… તેમ કહી નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતુ

નાયબ મામલતદારે પોલીસમાં અરજી ઇન્વર્ડ કરાવી હતી બાદમાં હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરના નાયબ મામલતદારના મોટા બહેને ગાંધીનગર સ્થિત રહેતા સાસરિયાઓના ત્રાસથી કંટાળી નર્મદા ડેમની કેનાલમાં પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. બનાવની જાણ થતાં માણસા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અડાલજ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ હતો. આ કેસમાં અડલાજ પોલીસ સ્ટેશનમાં ગુનોન નોંધાતા મરનારના ભાઇએ પોલીસમાં અરજી ઇન્વર્ડ કરાવેલી પરંતુ પોલીસે એક દોઢ મહીના સુધી કોઇ કાર્યવાહી જ ન કરતા અરજદાર ભાઇએ હાઇકોર્ટમાં અરજી કરતા હાઇકોર્ટે અડાલજ પોલીસ સ્ટેશનને સુચનાઓ સાથે હુકમ કર્યો છે આ અંગે તપાસ કરી ચાર વીકમાં ગુનો નોંધવા આદેશ કરાયો છે
આ બનાવની વિગત એવી છે કે, જામનગરની કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અંબરીષ જાનીના મોટા બહેન ઉર્વશીબેનના લગ્ન ગાંધીનગર ખાતે રહેતા મેહુલભાઈ ત્રિવેદી સાથે થયા હતાં. ઉર્વશીબેનને દહેજ મામલે પતિ સહિત સાસરિયાઓ દ્વારા શારિરીક- માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અને તેણીએ આ સઘળી હકીકત પિયરમાં જતી ત્યારે કહેતી હતી જો કે, તેનો સંસાર બગડે નહીં તે માટે પરિવારજનો તેને સાસરિયામાં જવાનું કહેતા હતાં. અને તેણીને પિયરમાં આવવા-જવાનું તેમજ કોઈ સાથે ફોન પણ નહીં કરવાનું પ્રતિબંધ લગાવી દીધો હતો. વર્ષ 2013 માં ઉર્વશીબેનના પિતાનું નિધન થતાં બંને પતિ-પત્ની જામનગર આવ્યા હતા ત્યારે બનેવી મેહુલકુમારે નવી દુકાન લીધેલ છે અને રજી. ફી માટે રૂા. દોઢ લાખની માંગણી કરેલ જે રકમ અંબરિષભાઈએ પિતાજીની ક્રિયાકરમ પૂર્ણ કરી આપેલ અને ત્યાર બાદ વધુ રકમની માંગણી કરતા તેઓએ ના પાડતા મેહુલકુમાર દ્વારા ઉર્વશીબેનના ચારિત્ર્ય પર શંકા-કુશંકા કરી માર મારવામાં આવતું દરમિયાન ગત તા. 10.9 ના રોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અજાણ્યા નંબર પરથી તેમના બહેન ઉર્વશીબેનનો ફોન આવેલ કે હવે મારાથી સહન થતું નથી મેહુલ છોકરાઓની ગેરહાજરીમાં બેફામ ગાળો આપી મને મારી નાખવાની ધમકી આપે છે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અમે રાજકોટ ગયા હતા ત્યાં મારા પતિ મેહુલ, દિયર અજયભાઈ અને ભાભી નીધીબેને પણ હડધુત કરી હતી અને મારાથી હવે ત્રાસ સહન થતો નથી તેમ કહી નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જે અંગે અડાલજ પોલીસ ગુનો નોંધે તે માટે વિનંતી કરતી આરજદારે આપી હતી ઇન્વર્ડ કરાવેલ પરંતુ પોલીસે કઇ કાર્યવાહી નહતી કરી બાદમાં આ અંગે ન્યાય માટે અદાલતના દ્વાર ખખડાવવા ની તૈયારી કરાઇ હતી અને હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી

નામદાર હાઇકોર્ટના જજશ્રી દેસાઇ સાહેબ દવારા પણ અડાલજ પોલીસને ઝાટકી અને ચાર અઠવાડીયામાં તપાસ કરી લલીતા દેવી વિ ઉતર પ્ર્રદેશ અને તેલંગાણા સરકાર વિરુઘ્ઘના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને ચાર અઠવાડીયામાં એફ. આઇ. અાર. દાખલ કરવા અને કોગ્નીઝેબલ ગુનો ન હોય તો અરજદારને જવાબ આપવા રુબરુ ઠપકો આપેેલ. સી આર પી સી ૧૫૪ હેઠળ દિવસ – ૧૫ માં અરજદારની ફરીયાદ અન્વયે તપાસ કરી નિયમ મુજબ એફ આઇ આર દાખલ કરવી જ જોઇએ એ પોલીસની પ્રથમ ફરજ છે. પરંંતુ દાખલ કરવામાં આવેલ નથી તેવુ નામદાર કોર્ટ દવારા સુપ્રિમ કોર્ટના ચુકાદા ટાંકીને પોલીસને આદેશ કરવામાં આવ્યો છે

આ કેસ નો ચુકાદો આ પ્રકારના બનાવવામાં અન્યને પણ મદદરૂપ થશે.
કારણ કે પોલીસ આ કેસમાં પણ ધીમુ કામ કર્યું પરંતુ અરજદાર કે મૃતક ને પોલીસ દ્વારા ન્યાય ન મળ્યો હતો તેમ પણ અરજદારનો આક્ષેપ હતો
હકીકત બહાર લાવવામાં અરજદાર ભાઇ ને મીડીયા સહિત બીજે બધેથી પણ ખૂબ સપોર્ટ મળ્યો હોઇ સૌનો ધન્યવાદ વ્યક્ત કરેલ છે

__________________

હાઇકોર્ટના આદેશનો અમુક ભાગ…………..

……….Code of Criminal Procedure, 1973
Section 154 – Provides for the procedure to be followed or steps to be taken by a police officer on receipt of any information disclosing the commission of any cognizable offence. Section 154(1) provides for registration of FIR and the remaining portion of the Section lays down the procedure in which the registration must take place. Section 154(3) provides a remedy if any police officer refuses to register an FIR under sub-section (1). Such a person under this subsection can forward such information to the concerned Superintendent of Police. Some of the important mandates that are to be followed according to this provision include the following.
Reading out the information that has been reduced to writing to the person providing it.
Signature of the informant on the information reduced in writing (FIR) or written complaint.
Recording of information of offences relating to sexual offences by a woman officer.
A copy of the FIR (recorded information) shall be given to the informant.
Section 156 – Sub-section (1) empowers the police to investigate any case relating to the cognizable offence even without any order from the magistrate whereas sub-section (3) provides for such investigation by the order of a magistrate.
Section 157 – It lays down the procedure for investigation by police empowered under Section 156. This section mandates the reporting to the magistrate whenever any police officer suspects the commission of any offence which such officer is empowered to investigate under the previous Section. It also requires the police officer to go in person or direct any subordinate to go to the crime spot for investigation.
The proviso exempts the requisite of going to the crime spot when the case is not of a serious nature. The second proviso bars entering into an investigation if there is no sufficient ground to investigate. The police officer must nevertheless state reasons in the report in case of both the instances provided in the proviso.

Section 159 – The discretion to conduct an investigation or a preliminary inquiry is only given to the Magistrate under this provision. According to this provision, after a report is submitted to the Magistrate under Section 157 of the Code, he may order an investigation or if he thinks fit, he may direct a Magistrate subordinate to him to hold a preliminary inquiry. However, it is important to note that, this discretion, which is available to the Magistrate is also after the registration of FIR

________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!