BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના કદવાલી ગામના બસ સ્ટેન્ડ નજીક ચા નાસ્તાની દુકાનની પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ઝઘડિયા તાલુકાના કદવાલી ગામના બસ સ્ટેન્ડ નજીક ચા નાસ્તાની દુકાનની પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

રાજપારડી પોલીસે કુલ રૂપિયા ૫૪૦૪૮ નો મુદ્દામાલ કબજે લઇને બે ઇસમો સામે ગુનો દાખલ કર્યો

 

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક કદવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેની એક ચા નાસ્તાની દુકાનની પાછળના ભાગે વેચાણ માટે સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પીઆઇ એચ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કદવાલી ગામનો વિશાલ ચીમનભાઈ વસાવા કદવાલીના બસ સ્ટેન્ડ નજીક ચા નાસ્તાની દુકાનના પાછળના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખીને વેચાણ કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે રેઇડ કરીને તપાસ કરતા દુકાનની પ‍ાછળના ભાગે ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા ૪૯૦૪૮ ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો તેમજ ૧ મોબાઇલ મળીને કુલ રૂપિયા ૫૪૦૪૮ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને સ્થળ ઉપર હાજર મળેલ ઇસમ અજય રમણભાઈ વસાવા રહે.ગામ બલેશ્વર તા.ઝઘડિયા જિ.ભરૂચનાને ઝડપી લીધો હતો,અને આ ગુના હેઠળ અજય વસાવા તેમજ અન્ય ઇસમ વિશાલ ચીમનભાઈ વસાવા રહે.ગામ કદવાલી તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!