ARAVALLIGUJARATMODASA

અરવલ્લી બ્રેકિંગ : દાવલી નજીક હાઈવે પરથી ₹ 77.22 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક ઝડપાયો – બે વોન્ટેડ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી બ્રેકિંગ : દાવલી નજીક હાઈવે પરથી ₹ 77.22 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક ઝડપાયો – બે વોન્ટેડ

અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદમાં એલ.સી.બી. ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી શામળાજી-હિંમતનગર હાઈવે પર દાવલી ગામની સીમ પાસે બ્રિજની નીચે નાકાબંધી દરમિયાન આઈસર ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ₹ 92.32 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે કડક ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા. જેના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલા અને ઇન્ચાર્જ કે.ડી. ગોહિલની આગેવાનીમાં ટીમ દાવલી નજીક હાઈવે પર વાહન ચેકિંગ કરી રહી હતી.તે દરમિયાન ખાનગી બાતમીના આધારે NL-01-N-4918 નંબરની આઈસર ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકના ચાલકે શરૂઆતમાં ટ્રકમાં સીલાઈ મશીનના બોક્સ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તપાસ કરતા બોક્સ અને રોલની આડમાં અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ છુપાવેલો મળી આવ્યો હતો.પોલીસે ટ્રકમાંથી કુલ 585 પેટીમાં 28,028 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹77.22 લાખ), ટ્રક (₹15 લાખ) તથા મોબાઈલ ફોન સહિત કુલ ₹92.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલ આરોપીની ઓળખ વિજયસિંહ દોલતસિંહ રાવત (રહે. દેવગઢ, રાજસ્થાન) તરીકે થઈ છે. જ્યારે હરેન્દ્રસિંહ રાવત અને ચીમસિંગ રાવત (બન્ને રહે. રાજસ્થાન)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!