બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૩/૦૧/૨૦૨૫
રાષ્ટ્રીય કક્ષાની એવી “વૃધ્ધિ-શુધ્ધિ અને સમૃધ્ધિના મંત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય, બિન રાજકીય સહકારી સંગઠન, સહકાર ભારતી તરફ થી શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમીટેડ, ચાસવડ તા. નેત્રંગ જિ. ભરૂચ ને સહકારી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ આજે તારીખ:-૧૧-૦૧-૨૦૨૫ ને શનિવારનાં રોજ જયંતીભાઈ કેવટ (મહામંત્રી-ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય મત્સ્ય પ્રકોષ્ટ પ્રમુખ-સહકાર ભારતી, સુરેશભાઈ આહીર સર્વ પ્રકોષ્ટ પ્રમુખ, ગુજરાત પ્રદેશ સહકારી ભારતી, ધનજીભાઈ પરમાર પ્રમુખ, માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ નવેઠા નાં વરદ્ હસ્તે ભરૂચ ખાતે યોજાયેલ સહકાર ભારતીનાં ૪૮ મા સ્થાપના દિન ઉજવણી કાર્યક્રમ માં મંડળીના પ્રમુખ કવિભાઈ કે. વસાવાને સિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સત્કાર અને સન્માન કરવામા આવ્યું.