GUJARATHIMATNAGARSABARKANTHA

દીપાવલી પર્વે વનબંધુઓને મળી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા- —* *ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 24 કલાકમાં 24 સુરક્ષિત પ્રસુતિઓ કરાઈ*

*દીપાવલી પર્વે વનબંધુઓને મળી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા- —* *ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 24 કલાકમાં 24 સુરક્ષિત પ્રસુતિઓ કરાઈ*
****
દીપાવલી જેવા આનંદપર્વ દરમિયાન સાબરકાંઠાના આદિજાતિ વિસ્તાર ખેડબ્રહ્મામાં આરોગ્ય વિભાગે માનવ સેવા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફક્ત 24 કલાકના સમયગાળામાં 24 સુરક્ષિત પ્રસુતિઓ સફળતાપૂર્વક કરાવવામાં આવી છે.
વનબંધુ વિસ્તારોમાં વસતા નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
ડૉક્ટરશ્રીઓ, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓની અવિરત સેવા ભાવનાથી માતા અને નવજાત બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સમયસર સારવાર, જરૂરી દવાઓ અને તબીબી દેખરેખ ઉપલબ્ધ રહી હતી, જેના કારણે તમામ પ્રસુતિઓ સુખાકારીપૂર્વક પૂર્ણ થઈ હતી.
સ્થાનિક વનબંધુ પરિવારોમાં ખુશીની લાગણી છવાઈ હતી. તથા હોસ્પિટલ સ્ટાફની સેવા પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સફળ કામગીરી સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓના મજબૂત માળખાનું પ્રતિબિંબ છે અને જિલ્લા આરોગ્ય ટીમની પ્રતિબદ્ધતા “સ્વસ્થ સાબરકાંઠા”ના લક્ષ્ય તરફ સતત આગળ વધતી દર્શાવે છે

મેહુલ પટેલ

સાબરકાંઠા

****

Back to top button
error: Content is protected !!