GUJARATKUTCHMUNDRA

મુંદરાના વિરાણીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિધિવત શુભારંભ

વાત્સલ્યમ્ સમાચાર,

પુજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

🩺 મુંદરાના વિરાણીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિધિવત શુભારંભ

 

મુંદરા,તા.15: તાલુકાના વિરાણીયા ગામે આજે સરપંચ શ્રી શક્તિસિંહ મહોબતસિંહ જાડેજાની હાજરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતોના સઘન માર્ગદર્શન હેઠળ આ કેન્દ્ર શરૂ થયું છે જ્યાં હવે કેન્દ્રમાં ડો. સુમનબેન સમા અને ડો. વંદનાબેન આહીર દ્વારા ગામલોકો તેમજ આસપાસના વિસ્તારના નાગરિકોને નિયમિત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.

નવું શરૂ થયેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાં જ સારવાર, નિદાન અને માર્ગદર્શન મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અહીં સામાન્ય રોગોની સારવાર, માતા-બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ, આરોગ્ય તપાસ, તેમજ પ્રાથમિક લેબોરેટરી તપાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી દર્દીઓને દૂર શહેરોમાં જવાની તકલીફમાંથી મુક્તિ મળશે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ કેન્દ્ર આરોગ્ય સુરક્ષાનું આશ્રયસ્થાન બનશે.

આ કાર્યક્રમ દરમિયાન લેબોરેટરી ટેકનિશિયન ચેતન પંડ્યા આરોગ્ય કેન્દ્રનો સમગ્ર સ્ટાફ તેમજ વિરાણીયા ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં જ ગામમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી અને ગ્રામજનોએ સરકાર તથા આરોગ્ય વિભાગ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!